રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે અને લગ્ન સાથે જોડાયેલી દરેક વિગતો ધીમે ધીમે સામે આવી રહી છે. જો કે પરિવાર દ્વારા અત્યાર સુધી લગ્નને લઈને કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી, પરંતુ જે વાતો સામે આવી રહી છે તેના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 14 એપ્રિલે રણબીર-આલિયા લગ્નના બંધનમાં બંધાઈ જશે. જો કે આ લગ્ન બહુ ભવ્ય નહીં હોય, પરંતુ તેમ છતાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રણબીર-આલિયાના લગ્નમાં વિકી-કેટરિનાના લગ્ન કરતાં વધુ કડક સુરક્ષા હશે.
વિકી-કેટરિનાના લગ્ન કરતાં મોટી સુરક્ષા ટીમ? કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નમાં, સુપરસ્ટાર સલમાન ખાનના બોડીગાર્ડ શેરાની એજન્સી દ્વારા સુરક્ષા સંભાળવામાં આવી હતી , પરંતુ યુસુફ ભાઈ રણબીર-આલિયાના લગ્નમાં સુરક્ષા સંભાળી શકે છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની સુરક્ષા યુસુફ ભાઈ સંભાળી રહ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. આજ તકના એક રિપોર્ટ અનુસાર, ‘યુસુફ ભાઈ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની સુરક્ષા સંભાળશે.’
200 થી વધુ બાઉન્સર સુરક્ષા સંભાળશે
રિપોર્ટ અનુસાર, યુસુફ ભાઈ પાસે મુંબઈની શ્રેષ્ઠ સુરક્ષા દળ છે – તેને આ કામ માટે રાખવામાં આવ્યો છે. એજન્સીમાંથી 200 જેટલા બાઉન્સરો બોલાવવામાં આવ્યા છે. આ 200 બાઉન્સરોને સંભાળવાનું કામ 10 છોકરાઓને આપવામાં આવ્યું હોવાના અહેવાલ છે. એટલે કે, આ વિશાળ સુરક્ષા ટીમનું નેતૃત્વ કરવા માટે છોકરાઓને રાખવાની માહિતી છે.