ફીફા વર્લ્ડ કપ 2022: દીપિકા પાદુકોણ ફાઇનલમાં રહેશે હાજર

દીપિકા પાદુકોણે કાન્સથી લઈને હોલિવૂડ સુધી ધૂમ મચાવી છે. હવે દીપિકાને ફીફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ પહેલા ખાસ જવાબદારી મળી ગઇ છે. આ સંબંધમાં તે કતારમાં હાજર રહેશે.

by Aaradhna
0 comment 1 minutes read

દીપિકા પાદુકોણ બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલથી લઈને હોલિવૂડ સુધી પણ જીતી ચૂકી છે. તેની ઓળખ ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. આ જ કારણ છે કે હવે દીપિકાને ફીફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ પહેલા ખાસ જવાબદારી મળી છે. દીપિકા કતાર જશે. તે ફિફા વર્લ્ડ કપ ટ્રોફીના અનાવરણ માટે હાજર રહેશે.

સ્ટેડિયમમાં ટ્રોફીનું અનાવરણ કરશે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપિકા ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં ટ્રોફીનું અનાવરણ કરશે. ફિફાના ઈતિહાસનો આ ભાગ્યે જ જોવા મળતો હોય છે, જ્યારે કોઈ ભારતીય કે આંતરરાષ્ટ્રીય અભિનેતાને આ સન્માન મળ્યું હોય. ફિફા વર્લ્ડ કપની ફાઈનલ તારીખ 18મી ડિસેમ્બર, 2022ના રોજ કતારના લુસેલના આઇકોનિક સ્ટેડિયમમાં યોજાશે.

‘ફાઇટર’નું શૂટિંગ પૂરું કરીને પરત ફર્યા

દીપિકા પાદુકોણ હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ‘ફાઇટર’નું શૂટિંગ પૂરું કરીને તે આસામથી પરત ફરી હતી. આ ફિલ્મમાં તે હૃતિક રોશન સાથે છે. રિપોર્ટ અનુસાર, તે ટૂંક સમયમાં જ ‘પઠાણ’ના બીજા શેડ્યૂલનું શૂટિંગ કરશે. પઠાણ’ જાન્યુઆરી ૨૦૨૩ માં રિલીઝ થવાની છે.

પાઇપલાઇનમાં ઘણી ફિલ્મો

દીપિકાની અન્ય આગામી ફિલ્મોમાં રોહિત શેટ્ટીની ‘સર્કસ’ શામેલ છે જેમાં તે કેમિયો કરી રહી છે. ‘પઠાણ’માં શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમ છે. દીપિકાની બીજી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ છે. જેમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દિશા પટાણી મહત્વની ભૂમિકામાં છે. દીપિકા શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’માં કેમિયો કરતી જોવા મળશે.

You may also like

Leave a Comment