71
UBS ગ્રુપે સ્વિટ્ઝર્લેન્ડની ક્રેડિટ સુઈસને $1 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી છે. આ સાથે, સ્વિટ્ઝર્લેન્ડની સરકાર દેશના કાયદામાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે જેથી કરીને આ ડીલમાં શેરધારકોના મતને અવગણી શકાય.
ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ સ્વિત્ઝર્લેન્ડની બે સૌથી મોટી બેંકો વચ્ચે પ્રસ્તાવિત ડીલ પર ટૂંક સમયમાં હસ્તાક્ષર થઈ શકે છે. UBSએ 0.25 સ્વિસ ફ્રેંકના પ્રતિ શેરના આધારે સોદો ઓફર કર્યો છે જ્યારે ક્રેડિટ સુઈસના શેર શુક્રવારે 1.86 સ્વિસ ફ્રેંક પર બંધ થયા છે. જોકે, ક્રેડિટ સુઈસે આ ડીલનો વિરોધ કર્યો છે.