સુરતમાં ટાયરની દુકાનમાંથી રૂ.12 લાખની ઉચાપત કરનાર મેનેજર ઝડપાયો

by Aadhya
0 comment 2 minutes read

Updated: Nov 3rd, 2023


– નોકરીના સવા વર્ષ દરમિયાન મેનેજર કુલદીપ નાથાણીએ ધંધો થતો નથી અને જે વેચાણ થાય છે તે પૈસા બાકી છે તેમ કહી દુકાનના માલિકને ગેરમાર્ગે દોર્યા હતા 

– શંકા જતા તપાસ કરતા ભોપાળું બહાર આવ્યું એટલે મેનેજરે પૈસા મારાથી વપરાઈ ગયા છે તેમ કહી નોકરીએ આવવાનું બંધ કરી દીધું હતું 

સુરત,તા.03 નવેમ્બર 2023,શુક્રવાર 

સુરતના સરથાણા જકાતનાકા સ્થિત ટાયરની દુકાનમાં નોકરીના સવા વર્ષ દરમિયાન ધંધો થતો નથી અને જે વેચાણ થાય છે તે પૈસા બાકી છે તેમ કહી દુકાનના માલિકને ગેરમાર્ગે દોરી રૂ.12 લાખની ઉચાપત કરનાર મેનેજરની સરથાણા પોલીસે ધરપકડ કરી છે. 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સરથાણા જકાતનાકા સ્થિત રાયઝોન પ્લાઝામાં આવેલા શ્રી સાંઈ ટાયર્સમાં નોકરી કરતા મેનેજર કુલદીપ પંકજભાઈ નાથાણી (ઉ.વ.25, રહે.84, શુભનંદની સોસાયટી વિભાગ-2, કામરેજ, સુરત. મુળ રહે.મોટા ચોક, તા.શિહોર, જી.ભાવનગર ) એ નોકરીના સવા વર્ષ દરમિયાન ધંધો થતો નથી અને જે વેચાણ થાય છે તે પૈસા બાકી છે તેમ કહી દુકાનના માલિક કલ્પેશભાઈ ગુલાબભાઈ પટેલને ગેરમાર્ગે દોરી રૂ.12.03 લાખની ઉચાપત કરી હતી. કલ્પેશભાઈને શંકા જતા તેમણે તપાસ કરતા ભોપાળું બહાર આવ્યું એટલે મેનેજર કુલદીપે પૈસા મારાથી વપરાઈ ગયા છે તેમ કહી નોકરીએ આવવાનું બંધ કરી દીધું હતું. 

આ અંગે કલ્પેશભાઈએ ગત 20 ઓક્ટોબરના રોજ મેનેજર કુલદીપ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. સરથાણા પોલીસે ગતરોજ કુલદીપની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Source link

You may also like

Leave a Comment