દૂધની બનાવટ : દૂધ અને તેની બનાવટો પીળા દાંતને સફેદ કરવામાં મદદરૂપ છે. કારણ કે તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે દાંતો માટે ઘણું જરૂરી છે. જે લોકોને પીળા દાંતની ફરિયાદ હોય છે તેમણે ચા અને કોફીનું સેવન કરવું હિતાવહ નથી.
મીંઠુ છે અકસીર : દાંત ચમકાવવા માટે મીંઠાનો ઉપયોગ આપણી સંસ્કૃતિમાં વર્ષોથી ચાલતો આવે છે. મીંઠામાં ભારે માત્રામાં સોડિયમ અને ક્લોરાઈડ હોય છે. જે દાંતોની પીળાશ ઓછા કરવામાં મદદ કરે છે. દાંત સાફ કરતી વખતે હંમેશા બ્રશ પર પેસ્ટ લગાવીને થોડું મીંઠુ જરૂરથી લો. તમને થોડા દિવસમાં ફરક દેખાશે. ધ્યાન રાખવું કે મીંઠુનો વધારે પ્રયોગ હિતાવહ નથી.
લીંબુ ઘસો : દાંતોના બેક્ટેરિયાને મારવા અને સફેદ કરવા માટે લીંબુ ઘણું અકસીર છે. ખાવાનું ખાધા પછી લીંબુથી દાંત સાફ કરવાથી ધણો ફાયદો થાય છે. તમે રાતે જમ્યા પછી પણ પાણીમાં લીંબુનો રસ નાંખીને કોગળા કરશો તો પણ ઘણો ફાયદો થશે.