અદાણી ગ્રૂપનું EdgeConneX સાથેનું સંયુક્ત સાહસ આશરે $220 મિલિયનની ઓફશોર લોન મેળવવા માટે લગભગ અડધો ડઝન બેંકો સાથે વાતચીત કરી રહ્યું છે. શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની આ પ્રથમ ઓફશોર લોન હશે.
આ બાબતના જાણકાર સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ડેટા સેન્ટર પ્રોવાઇડર AdaniConneX પ્રાઇવેટ લિમિટેડ આ નાણાંનો ઉપયોગ મૂડી ખર્ચ (કેપિટલ એક્સપેન્ડિચર) માટે કરશે, જેમાં બેન્કો સાથે ચર્ચા ચાલી રહી છે.
તેમણે કહ્યું કે આગામી થોડા અઠવાડિયામાં લોન પર હસ્તાક્ષર થઈ શકે છે. તે જ સમયે, અદાણી જૂથના પ્રતિનિધિએ હાલમાં આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
જણાવી દઈએ કે ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીના જૂથને તેની મહત્વકાંક્ષાઓનું પુનઃમૂલ્યાંકન કરવાની ફરજ પડી છે. અમેરિકાના હિંડનબર્ગે જૂથ પર સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ છેતરપિંડીનો આરોપ મૂક્યો છે.
તે જ સમયે, જૂથે આ આરોપોને નકારી કાઢ્યા છે પરંતુ અહેવાલ આવ્યા બાદ, જૂથ કંપનીઓના શેર અને બોન્ડ્સમાં ભારે ઘટાડો થયો છે.
અગાઉ જાન્યુઆરીમાં, ગ્રૂપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે તેના બોન્ડના પ્રથમ જાહેર વેચાણમાં 10 અબજ રૂપિયા ($121 મિલિયન) એકત્ર કરવાની યોજનાને ટાળી દીધી હતી.