અદાણી જૂથની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં મંગળવારે સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝને સૌથી વધુ નુકસાન થયું હતું.
કંપનીનો શેર સાત ટકા ઘટ્યો હતો. BSE પર અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 7.06 ટકા ઘટ્યો હતો. અદાણી પોર્ટ્સ 5.66 ટકા, અદાણી પાવર 5 ટકા, અદાણી ટ્રાન્સમિશન 5 ટકા, અદાણી ગ્રીન એનર્જી 5 ટકા, અદાણી ટોટલ ગેસ 5 ટકા અને અદાણી વિલ્મર 4.99 ટકા ઘટ્યા હતા.
NDTVનો શેર 4.99 ટકા, ACC 4.22 ટકા અને અંબુજા સિમેન્ટ્સ 2.91 ટકા ઘટ્યો હતો. દિવસ દરમિયાન કેટલીક ગ્રૂપ કંપનીઓના શેર તેમની નીચલી સર્કિટને સ્પર્શ્યા હતા.
અત્યંત અસ્થિર વેપારમાં, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 40.14 પોઈન્ટ અથવા 0.07 ટકા ઘટીને 57,613.72 પર આવી ગયો. બે ટ્રેડિંગ સેશનમાં અદાણી જૂથની કંપનીઓની માર્કેટ મૂડીમાં સામૂહિક રીતે રૂ. 80,096.75 કરોડનો ઘટાડો થયો હતો.