ડાર્ક સર્કલના ટાઇપ : આંખોની નીચે થતા ડાર્ક સર્કલ્સને ભૂરા, કાળા અને આછા લીલા રંગના હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો મોટાભાગે લોકોને ડાર્ક સર્કલ કાળા થતા હોય છે. હાઇપર પિગમેન્ટેશનને કારણે આંખો નીચે ડાર્ક સર્કલ થતા હોય છે. આ સાથે જ ઊંઘ પૂરી ના થવાને કારણે પણ ડાર્ક સર્કલ થાય છે.
ડાર્ક સર્કલના કારણો : ડાર્ક સર્કલ્સના કારણો સામાન્ય રીતે છુપાયેલા હોય છે. શરીરમાં મેલાનિનનું ઉત્પાદન વધારે હોવાથી, એગ્જિમા અને ડિહાઇડ્રેશનને કારણે પણ આંખો નીચે ડાર્ક સર્કલ્સ થવા લાગે છે.
રિમૂવ કરવાની ટિપ્સ : આંખો નીચે થતા ડાર્ક સર્કલ્સને રિમૂવ કરવા ખૂબ જરૂરી છે. તમે પ્રોપર રીતે ડાર્ક સર્કલને છુપાવતા નથી તો એ તમારા ફેસ પર ગંદા લાગે છે. ડાર્ક સર્કલ પર તમે મેક અપ પણ કરો છો તો પણ એ દૂરથી તેમજ નજીકથી દેખાઇ આવે છે.
કેળા અને એલોવેરા જેલ : આંખો નીચેના ડાર્ક સર્કલ્સને દૂર કરવા માટે તમે એક કેળુ લો અને એને મેશ કરી લો. પછી એમાં અડધી ચમચી એલોવેરા જેલ મિક્સ કરી લો. હવે આ પેસ્ટને ડાર્ક સર્કલ્સ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. પેસ્ટ સુકાઇ જાય પછી ચહેરો ધોઇ લો.
આ પેસ્ટના ફાયદા : કેળા અને એલોવેરાની પેસ્ટ તમારી સ્કિનની ડ્રાયનેસ દૂર કરવામાં મદદ કરે છે. ઔષધીય તત્વોથી ભરપૂર એલોવેરા જેલ આંખો નીચેના કાળા ડાધા અને સાથે સોજાને ઓછા કરે છે.