GST વિભાગ ટૂંક સમયમાં કંપનીઓ અને વ્યાવસાયિકોના આવકવેરા રિટર્નમાંથી ડેટા અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયને સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજોનું વિશ્લેષણ કરવાનું શરૂ કરશે.
આ કવાયતનો ઉદ્દેશ ટેક્સ બેઝને વિસ્તૃત કરવાનો છે અને એ જાણવાનો છે કે કંપનીઓ તેમની GST જવાબદારી સંપૂર્ણ રીતે ચૂકવી રહી છે કે નહીં.
હાલમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ 1.38 કરોડ નોંધાયેલા વ્યવસાયો અને વ્યાવસાયિકો છે. GST 1 જુલાઈ, 2017 ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો.
મેન્યુફેક્ચરિંગમાં રૂ. 40 લાખથી વધુ અને સર્વિસ સેક્ટરમાં રૂ. 20 લાખનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીઓએ GST હેઠળ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું અને ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે આવકવેરા વિભાગ પાસે ઉપલબ્ધ માહિતીના આધારે ડેટાનું વિશ્લેષણ કરીશું.
ડેટા વિશ્લેષણ તે સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જેને મુક્તિ આપવામાં આવી નથી અને GST હેઠળ નોંધણી કરાવવા અને માસિક અથવા ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરવા જરૂરી છે. GST કાયદાનું પાલન ન કરતી સંસ્થાઓની ઓળખ કર્યા પછી, GST વિભાગ તેમને તેમના રજિસ્ટર્ડ વ્યવસાયના સ્થળે બિન-અનુપાલનનાં કારણો પૂછશે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ડેટા એનાલિસિસ વિંગ, કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (MCA) સાથે મળીને કંપનીઓ દ્વારા સબમિટ કરવામાં આવેલા ત્રિમાસિક અને વાર્ષિક ડેટાની તપાસ કરશે કે શું કોઈ GST ચોરી છે.
અધિકારીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં આવકવેરા વિભાગ અને જીએસટી ડેટાનો મેળ કરવામાં આવશે. આ પછી તેને એમસીએના આંકડા સાથે મેચ કરવામાં આવશે.
અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે ટૂંક સમયમાં જ આવકવેરાના ડેટા સાથે મેચ કરવાનું શરૂ કરીશું.”