Updated: Oct 21st, 2023
– નાની
વેડ ગામના શાંતાબેન પટેલનું મોત ડોકટરની બેદરકારીથી થયાનો આક્ષેપ : નવી સિવિલમાં
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું
સુરત :
રાંદેરના
ઉગત રોડની પ્રાઇવેટ હોસ્પિટલમાં ગુરુવારે નાની વેડગામમાં રહેતા વૃધ્ધાના મણકાના
ઓપરેશન થયા પછી મોત થતા સંબંધીઓ હોબાળો મચાવ્યો હતો. જોકે પ્રાઇવેટ હોસ્પિટલના
ડોકટરની બેદકારીના તેમના મોત અંગે શંકા જતા લીધે તેમનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ
કરવામાં આવ્યું હતું.
નવી
સિવિલથી મળેલી વિગત મુજબ નાની વેડગામમાં ઉપલુ ફળિયામાં રહેતા ૬૫ વર્ષીય શાંતાબેન
હરકિશનભાઇ પટેલને છેલ્લા કેટલાક સમયથી કમરમાં તકલીફ હતી. જેથી તેના મણકાનું ઓપરેશન
કરવાનું હોવાથી ગત તા.૧૮મીએ રાંદેરના ઉગત રોડ પર આવેલી શીવાજંલી હોસ્પિટલમાં દાખલ
કર્યા હતા. જયાં ગત તા. ૧૯મી સવારે તેમના મણકાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
બાદમાં બપોરે તેમનું મોત થયુ હતુ. જયારે તેમના મોત અંગે પરિવાર અને સંબંધીને શંકા
જતા હોબાળો મચાવ્યો હતો. જયારે શાંતાબેનના પરિચિત વ્યકિતએ કહ્યુ કે શીવાજંલી
હોસ્પિટલમાં શાંતાબેનના મણકાના ઓપરેશન દરમિયાન બે-ત્રણ વખત લાઇટ ગઇ હતી. જેથી
ત્યાંના કર્મચારી બે-ત્રણ વખત જનરેટ ચાલુ કરવા ગયો હતો. જોકે મણકાના ઓપરેશનમાં કંઇ
રીતે તેમનું મોત થઇ શકે ?
જોકે ત્યાંના ડોકટરની બેદકારીના લીધે તેમનું મોત થયુ હોવાના આક્ષેપ
કર્યા હતા.
જયારે
શીવાજંલી હોસ્પિટલના ડો. ધવલ પટેલે કહ્યુ કે ઓટોમિટીક સીસ્ટમ હોવાથી લાઇટ જાય તો
તરત આવી જતી હતી. દર્દી હૃદય રોગનો હુમલો આવવાથી હૃદય બંધ થઇ ગયુ હતુ. જેથી ત્યાં
હાજર ડોકટરો તરત સીપીઆર આપીને હૃદય ધબકતુ કરીને સારવાર શરૃ કરી હતી અને
આઇ.સી.યુમાં દાખલ કર્યા હતા. જોકે તેમનું હૃદય હુમલો આવતા મોત થયુ હશે. તેમના
મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવવા પણ અમે કહ્યુ હતુ. જેનો રિપોર્ટ આવ્યા
પછી હકીકત જાણવા મળશે. ત્યાં ડોકટરો યોગ્ય સારવાર આપી અને કોઇની ભુલ નથી. જયારે
સિવિલમાં તેમનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ થયા બાદ ડોકટરે કહ્યુ તેના લીધેલા વિવિધ
સેમ્પલોના રિપોર્ટ આવ્યા પછી મોતનું સાચુ કારણ જાણવા મળશે. આ અંગે રાંદેર પોલીસે
તપાસ હાથ ધરી છે.