– મહારાષ્ટ્રીય યુવતી સંચા ખાતામાં નોકરી પર જતી હતી ત્યારે કરણ નામ ધારણ કરનાર રીઝવાન સાથે પ્રેમસંબંધ બંધાયોઃ જબરજસ્તી શરીરસંબંધ બાંધી ફોટો અને વિડીયો વાયરલ કરવાનું કહી બ્લેકમેઇલ શરૂ કર્યુ
– માતા અને નાના-ભાઇ બહેનને મારી નાંખવાની ધમકી આપી દિલ્હી ભગાડી જઇ મસ્જિદમાં ધર્માતરણ કરાવ્યું, પુત્રીને જન્મ આપ્યો તો કહ્યું પુત્રને જન્મ આપવો જોઇએને
– વતન યુપીના નથઇપુર લઇ જઇ માતા પાસે ધર્મનું જ્ઞાન મેળવવાનું કહી પોતે અન્ય હિન્દુ યુવતીને ફસાવવા નીકળી ગયો, પોલીસ તપાસમાં મોટું ષડયંત્ર બહાર આવવાની શકયતા
સુરત
પાંડેસરા-બમરોલી રોડ વિસ્તારની હિન્દુ યુવતીને યુપીવાસી મુસ્લિમ યુવાને હિન્દુ નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી જબરજસ્તી શરીરસંબંધ બાંધ્યા બાદ ભગાડીને દિલ્હી લઇ જઇ એક સંતાનની માતા બનાવવા ઉપરાંત ધર્માતરણ કરાવી બુરખો પહેરવા અને નમાજ પઢવા મજબૂર કરી હતી. ત્યાર બાદ હિન્દુ નામ ધારણ કરનાર વિર્ધમી તેણીને વતન યુ.પી ખાતે લઇ જઇ માતા પાસે મુકી અન્ય હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવવા નીકળ્યો હતો પરંતુ હવસખોર કથિત પ્રેમીની કરતૂતની જાણ થઇ જતા હિન્દુ યુવતી 2 વર્ષની પુત્રીને સાથે લઇ ભાગીને સુરત આવી ગઇ હોવાનો ચોંકાવનારો લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
શહેરના પાંડેસરા-બમરોલી રોડ વિસ્તારમાં રહેતી મહારાષ્ટ્રીયન પરિવારની મીતાલી (ઉ.વ. 22 નામ બદલ્યું છે) ના પિતાનું વર્ષ 2004 માં બિમારીના કારણે અવસાન થતા માતાને આર્થિક મદદરૂપ થવા 16 વર્ષની ઉંમરથી સંચા ખાતામાં નોકરી કરતી હતી. નોકરી પર જવા માટે મીતાલીને અવારનવાર એક જ રીક્ષામાં જતી હોવાથી ચાલક કરણ સાથે તેને મિત્રતા થઇ હતી. દરમિયાનમાં વર્ષ 2018 માં મીતાલી 17 વર્ષની હતી ત્યારે કરણ પોતાની રહેણાંક ભાડાની રૂમમાં લઇ ગયો હતો અને મીતાલી સાથે જબરજસ્તી શરીરસંબંધ બાંધી ફોટો અને વિડીયો મોબાઇલમાં ઉતારી લીધા હતા. ત્યાર બાદ કરણ અવારનવાર ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી જબરજસ્તી સંબંધ બાંધતો હતો અને મીતાલીને વર્ષ 2019 માં માતા અને નાના ભાઇ-બહેનને મારી નાંખવાની ધમકી આપી દિલ્હી ભગાડી ગયો હતો. જયાં ભાડાની રૂમમાં તેઓ રહેતા હતા અને મીતાલીને ગર્ભવતી થઇ હતી ત્યારે કરણ પ્રોત પ્રકાશ્યું હતું અને પોતે હિન્દુ નહીં પરંતુ મુસ્લિમ અને પોતાનું નામ રીઝવાન ગફાર શાહ અને તારે હવેથી મુસ્લિમ ધર્મ સ્વીકારવો પડશે, કાલથી બુરખો પહેરવાનું અને નમાજ પઢવાનું ચાલુ કરી દે, હું મૂર્તિ પૂજામાં માનતો નથી અને તું પણ મૂર્તિ પૂજા કરતી નહીં એમ કહી શારિરીક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. પરંતુ પોતે ગર્ભવતી હોવાથી મીતાલીએ મન મનાવી લીધું હતું અને રીઝવાનના કહેવાથી મસ્જિદમાં જઇ ધર્માતરણ કર્યુ હતું.
જાન્યુઆરી 2021 માં મીતાલીએ પુત્રીને જન્મ આપ્યો હતો પરંતુ રીઝવાને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી છોકરાને જન્મ આપવાનો હતો, છોકરીને શું કામ જન્મ આપ્યો એમ કહી માર મારી તેના વતન યુ.પીના નથઇપુર ગામ પરિવાર સાથે રહેવા લઇ ગયો હતો. થોડો સમય વતનમાં રહ્યા બાદ મીતાલી અને પુત્રીને માતા સહિતના પરિવાર પાસે મુકીને રીઝવાન નોકરી કરવા જાઉં છું એમ કહી ચાલ્યો ગયો હતો. પરંતુ આ દરમિયાન મીતાલીને જાણવા મળ્યું હતું કે રીઝવાન મુંબઇમાં છે અને અન્ય હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાનો છે. જેથી મીતાલીએ રીઝવાનની માતા ગુડીયા શાહને રીઝવાન બાબતે પૃચ્છા કરતા તેણીએ કહ્યું હતું કે મારો છોકરો બીજી એક હિન્દુ છોકરી સાથે લગ્ન કરવાનો છે. જેથી મીતાલી ચોંકી ગઇ હતી અને તુરંત જ રીઝવાનને ફોન કરતા રીઝવાને કહ્યું હતું કે મારે હાલ રૂપિયાની જરૂર છે, હું જેટલી હિન્દુ છોકરી સાથે લગ્ન કરીશ એટલા મને રૂપિયા મળશે અને મારા ધર્મનો પ્રચાર થશે તથા ખુદા મને જન્નત આપશે એમ કહી ફોન બંધ કરી દીધો હતો. જેથી મીતાલીએ રીઝવાનની પરિવારની જાણ બહાર પાંડેસરા ખાતે રહેતી માતા પાસે આવી ગઇ હતી અને ફરીયાદ નોંધાવી છે. પોલીસે કટ્ટરવાદી રીઝવાનની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.
…અને રીઝવાને કહ્યું હું જેટલી હિન્દુ છોકરી સાથે લગ્ન કરીશ એટલા રૂપિયા મળશે
હિન્દુ નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી મીતાલીને રીઝવાન દિલ્હી લઇ ગયો હતો જયાં મીતાલી ગર્ભવતી હોવાની જાણ થતા વેંત પોતે મુસ્લિમ હોવાનું કહી પ્રોત પ્રકાશ્યું હતું. ત્યાર બાદ રીઝવાન મીતાલી અને પુત્રીને વતન યુપીના નથઇપુર લઇ ગયો હતો. જયાં માતા તારૂ ધ્યાન રાખશે અને ધર્મનું જ્ઞાન મેળવજે એમ કહી પોતે નોકરી કરવા જાઉં છું એવું કહી નીકળી ગયો હતો. કયાં નોકરી જાય છે તે પણ મીતાલીને કહ્યું ન હતું પરંતુ મીતાલીને જાણ થઇ હતી કે રીઝવાન બીજી હિન્દુ યુવતીને ફસાવવો છે એટલે રીઝવાનને કોલ કર્યો હતો. રીઝવાને મીતાલીને કહ્યું હતું કે મારે હાલ રૂપિયાની જરૂર છે, હું જેટલી હિન્દુ છોકરી સાથે લગ્ન કરીશ એટલા મને રૂપિયા મળશે અને મારા ધર્મનો પ્રચાર થશે તેમજ ખુદા મને જન્નત આપશે.
રીઝવાનના મુંબઇમાંથી બે હિન્દુ યુવતીના ફોટા મળ્યાની ચર્ચા
હિન્દુ નામ ધારણ કરી મીતાલીને પ્રેમજાળમાં ફસાવનાર કટ્ટરવાદી રીઝવાન શાહનો પોલીસે મોબાઇલ કબ્જે લીધો છે. પોલીસે મોબાઇલ ચેક કરતા તેમાં એક બે હિન્દુ યુવતીના ફોટા મળ્યા છે. જે પૈકી એક યુવતી મુંબઇની અને બીજી તેના વતન નજીકના વિસ્તારની છે. જેથી આ બંને યુવતીનું ધર્માતરણ કરાવ્યું છે કે નહીં, લગ્ન કર્યા છે કે નહીં ઉપરાંત તેમની સાથે શારિરીક સંબંધ બાંધ્યા છે કે નહીં વિગેરે મુદ્દે તપાસ શરૂ કરી છે.
વતનમાં માતા પાસે ધર્મનું જ્ઞાન મેળવવાનું કહી ઘરમાં ગોંધી રાખતા હતા
દિલ્હીમાં પુત્રીને જન્મ આપનાર મીતાલીને માર મારી રીઝવાને કહ્યું હતું કે પુત્રને કેમ જન્મ નહીં આપ્યો. જો કે ત્યાર બાદ મીતાલી અને પુત્રીની સારી રીતે દેખભાળ રાખવાનું કહી રીઝવાન તેના વતન યુપીના નથઇપુર લઇ ગયો હતો. જયાં રીઝવાને માતા પાસે ધર્મનું જ્ઞાન મેળવવાનું કહી પોતે નોકરી કરવા જાઉં છું એમ કહી ઘરેથી નીકળી ગયો હતો. બીજી તરફ રીઝવાનની માતા ગુડીયા શાહ મીતાલીને ઘરમાં ગોંધી રાખતી હતી.
હિન્દુ છોકરીને ફસાવવા માટે જ્ઞાતિ મુજબ રૂ. 3 થી 10 લાખ આપવામાં આવતા હોવાની ચર્ચા
મીતાલીને વતનમાં માતા પાસે મુકી નોકરી કરવાનું કહીને જનાર રીઝવાન શાહ કયાં જવાનો છે તેની જાણ સુધ્ધા કરી ન હતી. પરંતુ રીઝવાન અન્ય હિન્દુ યુવતી સાથે લગ્ન કરવાનો છે તેવી જાણ થતા મીતાલીએ રીઝવાનને કોલ કર્યો હતો. રીઝવાને જેટલી હિન્દુ છોકરી સાથે લગ્ન કરી એટલા રૂપિયા મળશે અને ધર્મનો પ્રચાર તથા પોતાને જન્નત મળશે તેવું કહ્યું હોવાનું મીતાલીએ ફરીયાદમાં લખાવ્યું છે. જેથી પોલીસે આ બાબતને ગંભીરતાથી લઇ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. બીજી તરફ એવું ચર્ચાય રહ્યું છે કે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ધર્માતરણ કરવાની સાથે શારિરીક શોષણ કરવા પાછળ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે અને તેના માટે યુ.પીની કેટલીક મસ્જિદ અને મદ્રેસામાંથી કટ્ટરવાદી મુસ્લિમ યુવકોને જ્ઞાતિ મુજબ યુવતીને ફસાવવાના રૂ. 3 લાખથી 10 લાખ સુધી આપવામાં આવે છે.