IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સના નામે વધુ એક શરમજનક રેકોર્ડ નોંધાયો, IPL ઈતિહાસમાં કોઈપણ ટીમનું સૌથી ખરાબ પ્રદર્શન

IPL 2022માં 11 મેચમાં મુંબઈની આ નવમી હાર હતી. મુંબઈ ઈન્ડિયન્સ હવે આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ મેચ હારનારી પ્રથમ ટીમ બની ગઈ છે. અગાઉ મુંબઈ એક સિઝનમાં આટલી બધી મેચ (9) હાર્યું ન હતું.

by Aadhya
0 comment 2 minutes read

IPL ઈતિહાસની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ લીગની 15મી સીઝનમાં અત્યાર સુધીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ટીમ આ સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. સોમવારે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સના હાથે મુંબઈને 52 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે IPL ઈતિહાસમાં વધુ એક શરમજનક રેકોર્ડ રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સના નામે નોંધાઈ ગયો છે. IPL 2022માં 11 મેચમાં મુંબઈની આ નવમી હાર હતી.

મુંબઈ ઈન્ડિયન્સ IPLની એક સિઝનમાં સૌથી વધુ મેચ હારનારી ટીમ બની છે

આ હાર બાદ હવે મુંબઈ ઈન્ડિયન્સ IPLની એક સિઝનમાં સૌથી વધુ મેચ હારનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા મુંબઈની ટીમ આઈપીએલની કોઈપણ એક સિઝનમાં આટલી બધી મેચ (9) હારી નથી. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અગાઉ 2018, 2014 અને 2009માં 8-8 મેચ અને 2021, 2016 અને 2012માં 7-7 મેચ હારી હતી.

કોલકાતાએ મુંબઈને 52 રને હરાવ્યું

મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 165 રન બનાવ્યા. ટીમની અવાર-નવાર વિકેટો પડતી રહી ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ માટે 166 રનનો ટાર્ગેટ મોટો લાગતો હતો. જસપ્રીત બુમરાહની 5 વિકેટ અને ઈશાન કિશનની અડધી સદી ટીમ માટે કામ આવી ન હતી અને ટીમને 52 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

કોલકાતા સામે મુંબઈનો બીજો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ, ટીમ 2012માં વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા સામે 108 રનમાં આઉટ થઈ ગઈ હતી. આઈપીએલના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે કોલકાતાએ મુંબઈને સતત ત્રણ મેચમાં હરાવ્યું હોય.

You may also like

Leave a Comment