સહઆરોપી પત્નીને નિર્દોષ તથા આરોપી પતિને એક વર્ષની સજા ફટકારતા સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી
પાડોશીને પાણી ન વેડફવાના મુદ્દે ટકોર કરવા જતાં થયેલી તકરારમાં
Updated: Oct 17th, 2023
સુરત
સહઆરોપી પત્નીને નિર્દોષ તથા આરોપી પતિને એક વર્ષની સજા ફટકારતા
સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હત
નવ
વર્ષ પહેલાં ગોડાદરા વિસ્તારમાં પાણીના વેડફાટ ન કરવાના મુદ્દે પાડોશી મહીલાને
ટકોર કરતાં થયેલી બોલાચાલીની અદાવતમાં લોખંડના પાઈપ તથા કોયતા વડે હુમલો કરીને ઈજા
પહોંચાડવાના કેસમાં નીચલી કોર્ટના સજાના હુકમને પડકારતી અપીલને આજે એડીશ્નલ સેશન્સ
જજ આશિષ જે.એસ.મલ્હોત્રાએ નકારી કાઢીને
નીચલી કોર્ટનો સજાનો હુકમ કાયદેસરનો ઠેરવી કાયમ રાખી આરોપીને જેલ કસ્ટડીમાં લેવાનો
હુકમ કર્યો છે.
ગોડાદરા
સ્થિત વૃંદાવન સોસાયટીમાં રહેતા ફરિયાદી વિજય બહાદુર યાદવની પત્ની મીરાદેવીએ તા.14-6-2014ના રોજ પોતાની
પાડોશમાં રહેતી આરોપી હીનાબેન શાહુને પાણીનો વેડફાટ ન કરવા અંગે ટકોર કરી હતી.જેથી
આરોપી હિનાબેન તેના પતિ સહદેવ ચિરાગ શાહુ તથા તેના સગીર પુત્રએ ફરિયાદીની પત્ની
સાથે નજીવી બાબતે ઝઘડો કર્યો હતો.આરોપીઓએ એકબીજાના મેળા પિપણામાં ફરિયાદીની પત્ની
મીરાદેવી પર લોખંડના પાઈપ તથા કોયતા વડે હુમલો કરીને જમણા હાથમાં ફ્રેકચર કરીને
માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી.જે અંગે ફરિયાદીએ આરોપીઓ વિરુધ્ધ ઈપીકો-324,325,427,506,114 તથા 118ના ભંગ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ
કેસમાં આરોપી દંપતિ વિરુધ્ધ ચાર્જશીટ બાદ
હાથ ધરેલી ન્યાયિક કાર્યવાહીના અંતે ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે તા.1-1-22ના રોજ આરોપી
દંપતિ પૈકી આરોપી પતિ સહદેવ શાહુને ઈપીકો-૩૨૫ના ગુનામાં દોષી ઠેરવી એક વર્ષની કેદ
તથા રૃ.2500 દંડ ફટકારી અન્ય ગુનામાં આરોપીઓને નિર્દોષ ઠરાવી
છોડી મુકવા હુકમ કર્યો હતો.જેથી નીચલી કોર્ટના સજાના હુકમથી નારાજ થઈને દોષિત
ઠરેલા સહદેવ શાહુએ સેશન્સ કોર્ટમાં અપીલ કરીને નીચલી કોર્ટના વાદગ્રસ્ત હુકમની
કાયદેસરતાને પડકારી હતી.અપીલકર્તાએ જણાવ્યું હતું કે નીચલી કોર્ટે પુરાવાનું યોગ્ય
મુલ્યાંકન કર્યું નથી.ફરિયાદી નજરે જોનાર સાક્ષી નથી.પોલીસે ગુનાના મુદ્દામાલ
તરીકે લોખંડના પાઈપ કે કોયતો કબજે કર્યા નથી.ક્યા આરોપીએ ભોગ બનનાર સાથે ઝઘડો કરવા
દરમિયાન ક્યા હથિયારથી ઈજા પહોંચાડી છે તે અંગેનો ગુનાઈત ભૂમિકા સ્પષ્ટ જણાવી નથી.સહ
આરોપી પત્નીને નિર્દોષ ઠરાવવામાં આવી હોઈ આરોપીએ ગુનામાં રોલ સરખો જ હોઈ સમન્યાયના
સિધ્ધાંત હેઠળ નિર્દોષ ઠરાવી છોડી નીચલી કોર્ટના સજાના વાદગ્રસ્ત હુકમને રદ કરવા
માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે તથા મૂળ ફરિયાદી તરફે નીચલી કોર્ટનો
વાદગ્રસ્ત હુકમ કાયદેસરનો ઠેરવી કાયમ રાખવા માંગ કરી હતી.ફરિયાદીની ભોગ બનનાર
પત્ની તથા નજરે જોનાર બે સાક્ષીઓ પપ્પુ યાદવ તથા સોમવતીબેને આરોપીએ ભોગ બનનાર પર
જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવા અંગે ફરિયાદપક્ષના કેસને સમર્થનકારી જુબાની
આપી છે.અપીલકર્તાએ ખુદ સુનાવણીમાં ભોગ બનનાર પર પોતે,પત્ની
તથા પુત્રએ માર માર્યો હોવાનુ ંજણાવ્યું છે.આરોપીની પત્ની વિરુધ્ધ સાક્ષી પુરાવાના
અભાવે નિર્દોષ ઠરાવી છોડી મુકી છે.પરંતુ
અપીલકર્તા વિરુધ્ધનો કેસ પુરવાર થયો હોઇ નીચલી કોર્ટને કરેલી સજાનો હુકમ કાયદેસરનો
ઠેરવી અપીલકર્તાની અપીલને નકારીને જેલકસ્ટડીમાં લેવા હુકમ કર્યો છે.