ક્રાઈમ બ્રાંચે જેલભેગા કરેલા આરોપી ઉમંગ પટેલ વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસની તપાસ નાજુક તબક્કામાં હોઈ કોર્ટે જામીન નકાર્યા
બોગસ ભાડા કરારના આધારે બોગસ પેઢી ઉભી કરી
Updated: Dec 7th, 2023
સુરત
ક્રાઈમ બ્રાંચે જેલભેગા કરેલા આરોપી ઉમંગ પટેલ વિરુધ્ધ
ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસની તપાસ નાજુક તબક્કામાં હોઈ કોર્ટે જામીન નકાર્યા
સુરત
ક્રાઈમ બ્રાંચે મહીલા એડવોકેટ નોટરીના બોગસ સહી સિક્કા કરી ભાડા કરારના આધારે બોગસ
પેઢી ઉભી કરીને બોગસ બીલીંગ દ્વારા કરોડો રૃપિયાની ક્રેડીટ ઉસેટી ગુનાઈત ફોર્જરી ઠગાઈ
કેસમાં જેલભેગા કરેલા આરોપીની જામીનની માંગને કોર્ટે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાની પ્રથમ
દર્શનીય કેસની તપાસ નાજુક તબક્કામાં હોઈ નકારી કાઢી છે.
ફરિયાદી
મહીલા એડવોકેટ નોટરી કીર્તનબેન સાલ્વે(રે.શ્રીપદ એથીક્સ,પાલનપુર)એ પોતાના બોગસ
સહી સિક્કા કરીને ભાડા કરાર કરી ગુનાઈત ફોર્જરી કરવા અંગે આરોપી ધાવટે સોએબ
સમસુદ્દીન,શાહ સુનિલ કુમાર જમનાદાસ (રે.ઈન્દીરાનગર-2 અમદાવાદ) કેતન કાંતિલાલ મકવાણા(રે.છોટુભાઈ હાઉસિંગ સોસાટી,ગીતામંદીર રોડ, અમદાવાદ) હાર્દિક વેગડ, સંજય શાહ સહિત અન્ય આરોપીઓ વિરુધ્ધ સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી
હતી.આ કેસમાં ડીસીબીએ જેલભેગા કરેલા આરોપી ઉમંગ જોગેશ પટેલ(રે.પર્સ્યુટ હેપ્પીનેશ,
પાલ)એ પ્રથમદર્શનીય કેસના અભાવે જામીન આપવા માંગ કરી હતી.જેના
વિરોધમાં સરકારપક્ષે તપાસ અધિકારી તથા મૂળ ફરિયાદી તરફે આર.એન.પટેલે એફીડેવિટ રજુ
કરી જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસની તપાસ હાલ
નાજુક તબક્કામાં છે.આરોપી વિરુધ્ધ જીએસટી ચોરીનો કેસ પેન્ડીંગ છે.આરોપી અગાઉ પણ આ
પ્રકારના ગુનામાં સંડોવાયેલા હોઈ જામીન મુક્ત કરવાથી આવા ગુનાને પ્રોત્સાહન મળવા
સાથે આરોપી ફરી આવા ગુના આચરે તેવી સંભાવના છે.આરોપીએ એડવોકેટ મહીલાના બોગસ સહી
સિક્કાના આધારે બોગસ ભાડા કરાર કરી 16 બોગસ પેઢીઓ સાથે ખરીદ
વેચાણના નામે 5.62 કરોડના બોગસ બીલો બનાવીને 1.57 કરોડની ક્રેડીટ ઉસેટી છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપી ઉમંગ પટેલના
જામીનની માંગને નકારી કાઢી છે.