Updated: Oct 5th, 2023
– ગરબા રમતા કોઇ ઢળી પડે તો પહેલા સીપીઆર આપોઃ પરિવારમાં હૃદયરોગની હિસ્ટ્રીય હોય તેમણે ફિટનેસ ટેસ્ટ કરાવવો જોઇએ
સુરત,:
નવરાત્રી
તહેવારના માત્ર ૧૦ દિવસ બાકી રહ્યા છે. તેવા સમયે ગરબા કે દોઢીયા રમતી વખતે
ખેલૈયાએ તકેદારી રાખવાથી હૃદય રોગનો હુમલો ટાળી શકાય છે. ગરબા રમતા પહેલા હૃદયની
તપાસ કરાવવી હિતાવહ છે.
આજના
યુગમાં બદલાયેલી જીવનશૈલીને કારણે ૨૫ થી ૩૫ વર્ષે પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. આવા
સમયે નવરાત્રી તહેવારના ગણતરીના દિવસ બાકી રહ્યા છે. આવા સમયે ગરબા કે દોઢીયા રમતી
વખતે કાર્ડીયાક એરેસ્ટ આવવાના મુખ્યો કરણો છે. જેમાં વધુ જોર અને ઉત્સાહમાં ગરબા
રવાથી હૃદયની નળીમાં તિરાડ પડી લોહીનો ગંઠાવ થતા અવરોધ ઉભો થાય છે અને હાર્ટ એટેક
આવે છે, નળીમાં
બ્લોકેજ ના હોય છતા ધણીવાર ખુબજ વધુ પડતા ધબકારા કોઇવાર અનિયમીત થાય તો પણ કાર્ડિયાક
એરેસ્ટ થઇ શકે છે. જોકે ગરબા કે દોઢીયા કે દાંડીયા રમતી વખતે ખેલૈયાઓએ તકેદારી
રાખવી જોઇએ. ગરબા રમવા જતી વખતે ઘરેથી
પાણી લઇ જવુ અને પુરતા પ્રમાણમાં પીવું, ક્ષમતા અનુસાર ગરબા
રમવા જોઇએ, અતિશયોક્તિ કે વધારે પડતા રમવાથી જોખમી બની શકે
છે. દરોજ અડધો કલાક ચાલવું જોઇએ. હાઇ બ્લેડ પ્રેશર,ડાયાબીટીઝ
સહિતની બિમારી તથા પરિવારવમાં નાની વયે હૃદય રોગની હિસ્ટ્રી હોય તેમણે હૃદયની તપાસ
કરાવવી જોઇએ. એમ ઇન્ટરવેન્શનલ કાર્ડીયોલોજીસ્ટ
ડો.સની પટેલે કહ્યુ હતુ.
જયારે
કોઇ પણ વ્યકિત ગરબા રમતી વખતે ઢળી પડે,
ત્યારે તેને તરત સી.પી.આર
એટલે કે કાર્ડિયાક મસાજથી હૃદયને ફરી ધબકતુ કરવુ અને નજીકની કોઇ પણ કાર્ડિયાક
હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાવા જોઇએ.