લસકાણાનો યુવાન ભેરવાયો : લોનના હપ્તા નહીં ભરતા બોગસ નંબર પ્લેટ લગાવી, પોલીસનો મેમો આવતા ભાંડો ફુટયો

by Aadhya
0 comment 2 minutes read

Updated: Oct 13th, 2023

– ફાયનાન્સ કંપની કાર ખેંચી જાય તે ડરથી મિત્રની મદદથી કારભાર કર્યોઃ ટ્રાફિક જે નંબર લગાવ્યો હતો તે માલિકને ઇ-મેમો મળતા પોલીસને અરજી કરી


સુરત

લસકાણા વિસ્તારમાં રહેતા યુવાને લોનના હપ્તા ભરપાઇ નહીં કરતા ફાયનાન્સ કંપની કાર પરત ખેંચી જશે તેવા ડરથી બોગસ નંબર પ્લેટ લગાવી કાર ફેરવતો હતો. પરંતુ ટ્રાફિક પોલીસનો મેમો જે કારની બોગસ નંબર પ્લેટ લગાવી હતી તે કારના માલિકને ત્યાં પહોંચતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને પોલીસે ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરોલી-છાપરાભાઠા રોડ સ્થિત રાધિકા રેસીડન્સીમાં રહેતા કલ્પેશ મનુભાઇ ભાયાણી ઉપર ઇ-ચલણનો મેસેજ આવ્યો હતો. મેસેજની લીંક ઓપન કરતા તેમાં કાપોદ્રા હીરાબાગ સર્કલ પાસે પોતાની ટાટા ટીયાગો કાર નં. જીજે-5 આરએચ-6634 ના ડ્રાઇવરે સીટ બેલ્ટ પહેર્યો ન હોવાથી દંડ ફટકારવામાં આવ્યો હતો. પોતાની કારનો કલર બ્રાઉન અને ફોટોમાં કાર વ્હાઇટ કલરની હોવાથી ચોંકી ગયો હતો અને તેણે આ બાબતે અમરોલી પોલીસમાં અરજી કરી હતી. પોલીસે આ અરજીની તપાસ અંતર્ગત મોટા વરાછાના વેણીનાથ ગરનાળા તરફથી આવી રહેલી કાર નં. જીજે-5 આરએચ-6634 ને અટકાવી ચાલક એવા પ્લાસ્ટિકની ફેક્ટરીમાં નોકરી કરતા ધર્મેશ છગન હરખાણી (ઉ.વ. 37 રહે. સ્ટાર મનોરજ રેસીડન્સી, લસકાણા) ની પૂછપરછ કરી હતી. જેમાં ધર્મેશે કબૂલાત કરી હતી કે વર્ષ 2019 માં મિત્ર જૈમીન રૂદાણીની પત્નીના નામે ટાટા ટીયાગો કાર નં. જીજે-5 આરજી-2338 મહિન્દ્રા ફાયનાન્સમાંથી લોન પર ખરીદી હતી. પરંતુ છેલ્લા દોઢ-બે વર્ષથી માસિક રૂ. 14 હજારનો હપ્તો ભરપાઇ કર્યો ન હતો. જેથી ફાયનાન્સ કંપની કાર પરત ખેંચી જશે તેવા ડરથી ટુર એન્ડ ટ્રાવેર્લ્સનું કામ કરતા મિત્ર ધર્મેશ ફીંડોલીયાને બનેવી મુકેશ રાદડીયાનો આધારકાર્ડ અને આર.સી બુકની નકલ આપી હતી. જેના આધારે ધર્મેશે આરટીઓમાંથી જીજે-5 આરએચ-6634 નંબરની એચએચઆરપી પ્લેટ કઢાવી આપી હતી અને પોતાની કારમાં લગાવી ફેરવતો હતો.

Source link

You may also like

Leave a Comment