ડીંડોલીમાં સીટી બસમાં આગ લાગતા દોડધામ મચી : ૨૦ મુસાફરનો બચાવ

by Aadhya
0 comment 2 minutes read

Updated: Dec 24th, 2023

ડીઝલ
પાઇપ ફાટી જતા અચાનક ધુમાડો નીકળવા માંડતા ડ્રાઇવરે તરત બસ થોભાવી દીધી અને પછી આગ
લાગી

   સુરત :

ડીંડોલીથી
સુરત રેલવે સ્ટેશન જતી વખતે ડીંડોલી રોડ પર રવિવારે સવારે સીટી બસમાં આગ ફાટી
નીકળતા મુસાફરોમાં ભાગદોડ મચી ગઇ હતી.

ફાયર
બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ ડીંડોલીથી સુરત રેલવે સ્ટેશન તરફ રવિવારે સવારે જઈ
રહેલી સીટી બસમાં ૧૫ થી ૨૦ મુસાફર સવાર હતા. તે સમયે ડીંડોલી રોડ પર સાંઈ પોઇન્ટ
પાસે સીટી બસમાં ડીઝલનો પાઇપ ફાટી જતા અચાનક ધુમાડો નીકળવા માંડયો હતો. જેથી
મુસાફરોમાં હલચલ મચી ગઇ હતી. બસ ચાલેકે સમય સૂચકતા વાપરીને બસને સાઈડમાં ઉભી રાખી
દેતા મુસાફરો વારાફરતી નીચે ઉતરી ગયા હતા. આ સાથે ડ્રાઇવર અને કંડકટર પણ નીચે ઉતરી
જતા બચી ગયા હતા. ત્યારબાદ બસમાં આગ ફાટી નીકળી હતી. આ અંગેનો કોલ મળતા ડીંડોલી
સ્ટેશનના ફાયર જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો છંટાવ કરી થોડા સમયમાં આગ પર કાબુ
મેળવ્યો હતો. આગના લીધે ડ્રાઇવર સીટ
,
ડેસ બોર્ડ, વાયરીંગ સહિતને નુકસાન થયું હતુ. આ
બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર સુત્રો જણાવ્યું હતુ. 

Source link

You may also like

Leave a Comment