22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુલક્ષી ધાર્મિક સ્થળોની સફાઈ અભિયાન

by Aadhya
0 comments 1 minutes read

Updated: Jan 15th, 2024

સુરતને દેશના સ્વચ્છ શહેરની ખ્યાતિ મળી છે તેની સુંદરતા જાળવી રાખવી આપણી જવાબદારી: ગૃહ મંત્રી 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘સ્વચ્છતા અભિયાન’ હેઠળ અઠવાલાઈન્સ ઈચ્છાનાથ મહાદેવ મંદિરના પરિસરમાં સફાઈ કરી લોકોને સંદેશો આપ્યો 

સુરત, તા. 15 જાન્યુઆરી 2024 સોમવાર

આગામી તા.૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના પવિત્ર ઉત્સવને અનુસંધાનમાં ગઈકાલથી 22 જાન્યુઆરી સુધી  સુરત સહિત દેશના નાના મોટા ધાર્મિક સ્થળોએ ,સામુહિક સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ભાગરુપે આજે  ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ અઠવાલાઇન્સ સ્થિત ઈચ્છાનાથ મહાદેવ મંદિર અને તેના પરિસર ની સાફ સફાઈ કરી હતી, આ સફાઈ સાથે તેઓએ સુરતીઓને અપીલ કરી હતી કે,  સુરતને દેશના સ્વચ્છ શહેરની ખ્યાતિ મળી છે તેની સુંદરતા જાળવી રાખવી આપણી જવાબદારી છે તે પ્રમાણિકતાથી નિભાવવી પડશે.

આજે બપોરે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સામુહિક ,સફાઈ અભિયાન અંતર્ગત અઠવાલાઇન્સ ખાતે આવેલા ઈચ્છાનાથ મહાદેવ મંદિર પહોંચ્યા હતા. તેઓએ કાર્યકરો સાથે મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારની સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. .શહેર સહિત અન્ય જગ્યાના ધાર્મિક સ્થળોની સફાઈ અંગે તેઓએ લોકોને અપીલ કરી હતી. આ ઉપરાંત સફાઈ અભિયાન સાથે તેઓએ સુરતીઓને કહ્યું હતું, સુરત દેશના સ્વચ્છ શહેરમાં પહેલા નંબરે આવ્યું છે.  સ્વચ્છ શહેર તરીકેની ખ્યાતિ મેળવનારા સુરત શહેરની સુંદરતા જાળવી રાખવા દર્શને આવનારા દરેક શ્રધ્ધાળુઓને ગમે ત્યાં કચરો નહીં કરવા અને કચરાપેટીનો ઉપયોગ વધારી સ્વચ્છતા કેળવવા માટે અપીલ કરી હતી. 

આ ઉપરાંત ગૃહમંત્રીએ કહ્યું હતું કે,  સાર્વત્રિક ચાલી રહેલા સફાઈ અભિયાનના કારણે લોકો દૈનિક ધોરણે સ્વચ્છતાના આગ્રહી બનશે, જે સુટેવ તેમના અને તેમના પરિવારના સારા સ્વાસ્થ્ય માટે પણ લાભકારી નીવડશે. સ્વચ્છતા અને પવિત્રતા આધ્યાત્મિક યાત્રાનો અભિન્ન ભાગ હોઈ, તીર્થસ્થાનોમાં ધ્યાન, પ્રાર્થના અને સત્સંગ માટે આવતા લોકો પર તેની સાનુકૂળ અસર ઊભી થશે એમ તેમણે ઉમેર્યું હતું. જેથી સૌ નાગરિકોએ ધાર્મિક સ્થળોને સ્વચ્છ રાખવા પ્રતિબદ્ધ બનવા અપીલ કરી હતી.

Source link

You may also like

Leave a Comment