યુરોપિયન માર્કેટમાં તેજી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારુતિ અને SBIના શેરમાં ઉછાળાને પગલે સોમવારે શેરબજાર 100 પોઈન્ટથી વધુ વધીને બંધ થયું હતું.
BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 126.76 પોઈન્ટ અથવા 0.22 ટકા વધીને 57,653.86 ના સ્તર પર બંધ થયા છે. દિવસ દરમિયાન તે 492.45 પોઈન્ટ અથવા 0.85 ટકા વધીને 58,019.55 પર પહોંચ્યો હતો.
એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો NSE નિફ્ટી 40.65 પોઈન્ટ અથવા 0.24 ટકા વધીને 16,985.70 પર 17 હજારની નજીક બંધ થયો હતો.
આ કંપનીઓના શેરમાં વધારો થયો હતો
સેન્સેક્સ કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મારુતિ, સન ફાર્મા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ફોસીસ, કોટક મહિન્દ્રા બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી અને એચડીએફસી બેંક ઉછાળા સાથે બંધ થયા છે. રિલાયન્સના શેરમાં સૌથી વધુ 1.54 ટકાનો વધારો થયો હતો.
બીજી તરફ પાવર ગ્રીડ, એક્સિસ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ નુકસાન સાથે બંધ થયા છે.
આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 398.18 પોઈન્ટ્સ અથવા 0.69 ટકાના ઘટાડા સાથે 57,527.10 પર અને નિફ્ટી 131.85 પોઈન્ટ્સ અથવા 0.77 ટકાના ઘટાડા સાથે 16,945.05 પર બંધ થયો હતો.