ઘરેલું હિંસાના કાયદા હેઠળ પીપલોદની ત્યક્તાએ કોલકોત્તાના આઈટી ક્ષેત્રમાં નોકરી કરતાં પતિ પાસે વચગાળાના ભરણ પોષણની માંગ કરી હતી
પતિએ કોર્ટ સમક્ષ પોતાના કુલ ખર્ચ કરતાં આવક ઓછી બતાવી
Updated: Nov 18th, 2023
સુરત
ઘરેલું હિંસાના કાયદા હેઠળ પીપલોદની
ત્યક્તાએ કોલકોત્તાના આઈટી ક્ષેત્રમાં નોકરી કરતાં પતિ પાસે વચગાળાના ભરણ પોષણની
માંગ કરી હતી
પીપલોદ
વિસ્તારની ત્યક્તા પરણીતાએ પોતાના કોલકોત્તા ખાતે આઈટી ક્ષેત્રમાં નોકરી કરતાં પતિ
વિરુધ્ધ વચગાળાના ભરણ પોષણની માંગ કરી હતી. જેની
સુનાવણી દરમિયાન પતિએ પોતાના કુલ ખર્ચ કરતાં આવક ઓછી દર્શાવી આવક છુપાવી
હોવાથી સુરત ફેમીલી કોર્ટના જજ આર.આર.ભટ્ટે ત્યક્તા પત્નીને માસિક રૃ.8 હજાર લેખે વચગાળાનું
ભરણ પોષણ ચુકવવા પતિને હુકમ કર્યો છે.
પીપલોદ
વિસ્તારમાં રહેતા વર્ષાબેનના લગ્ન કોલકોત્તામાં આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલા
અભિષેક સાથે વર્ષ-2021માં થયા હતા. જે દાંપત્યજીવન દરમિયાન તેમને કોઈ સંતાનનો જન્મ થયો ન હતો.
પરંતુ ટુંકાગાળાના લગ્નજીવન દરમિયાન પતિ-સાસરીયાઓ દ્વારા વર્ષાબેનના પિયરપક્ષમાંથી
દહેજ સંબંધી માંગણી ન સંતોષાતા ત્રાસ આપી ઘરેલું હિંસા આચરતા હતા. જેથી લગ્નજીવનના
એક જ વર્ષમાં પતિ-સાસરીયાના દહેજ સંબંધી ત્રાસથી કંટાળીને વર્ષાબેન નાછુટકે પોતાના
પિયરમાં ઓશિયાળું જીવન જીવવા મજબુર બન્યા હતા. જોકે, પતિ
દ્વારા ત્યક્તા પત્નીના ભરણ પોષણની કોઈ વ્યવસ્થા ન કરી હોઈ પત્ની વર્ષાબેને ઘરેલું
હિંસાના કાયદા હેઠળ પતિ- સાસરીયા વિરુધ્ધ કેસ કરી ભરણ પોષણ વસુલ અપાવવા માંગ કરી
હતી.
અલબત્ત
મૂળ ભરણ પોષણની અરજી ચાલતાં વાર લાગે તેમ હોઈ પત્ની વર્ષાબેને વચગાળાના ભરણ પોષણની
માંગ કરી હતી. જેની સુનાવણી દરમિયાન પતિ તરફે પોતાની આવક માસિક રૃ.25 હજાર જ્યારે કુલ
ખર્ચા રૃ.40,500 જેટલા બતાવી પોતાની આવક છુપાવી હતી. જેથી
ત્યક્તા પત્ની તરફે એવી રજુઆત કરવામાં આવી હતી કે, અરજદારના
પતિ આઈટી ક્ષેત્રમાં નોકરી કરીને સારી એવી આવક ધરાવતા હોવા છતાં આવક કરતાં ખોટા
ખર્ચા વધુ બતાવતા તેમાં વિરોધાભાષ આવે છે. જેથી પતિએ પોતાની સાચી આવક છુપાવી છે.
જ્યારે પત્ની હાલમાં કોઈ આવક ધરાવતી ન હોઈ વચગાળાના ભરણ પોષણ વસુલ અપાવવા માંગ કરી
હતી. જેને કોર્ટે માન્ય રાખી અરજી તારીખથી કેસનો નિકાલ અન આવે ત્યાં સુધી ત્યક્તા
પત્નીને માસિક રૃ.8 હજાર લેખે પતિને વચગાળાનું ભરણ પોષણ
ચુકવવા હુકમ કર્યો છે.