દેશના સાત મોટા શહેરોમાં જાન્યુઆરી-માર્ચ દરમિયાન લીઝ્ડ ઓફિસ સ્પેસની કુલ માંગ 34 ટકા ઘટીને 7.63 મિલિયન ચોરસ ફૂટ થઈ છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે કંપનીઓ તેમના વિસ્તરણ અંગે સાવચેત હોવાથી ઓફિસ સ્પેસની માંગમાં ઘટાડો થયો છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ જેએલએલ ઈન્ડિયાએ આ જાણકારી આપી છે.
ડેટા અનુસાર જાન્યુઆરી-માર્ચમાં ઓફિસ સ્પેસની માંગ છેલ્લા છ ક્વાર્ટરમાં સૌથી ઓછી રહી છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં, ટોચના સાત શહેરો – દિલ્હી-એનસીઆર, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ અને પૂણેમાં 11.5 મિલિયન ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ ભાડે આપવામાં આવી હતી.
જેએલએલ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે લીઝિંગ પ્રવૃત્તિમાં આ ઘટાડો વિસ્તરણની સાવચેતી, વિસ્તરણ યોજનાઓમાં વિલંબ અને હાઇબ્રિડ ઓફિસ નીતિને કારણે છે. ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ અને પુણેમાં ઓફિસ સ્પેસની માંગ ઘટી છે, જ્યારે દિલ્હી-એનસીઆર, બેંગલુરુ અને કોલકાતામાં તે વધી છે.