ટાસ્કના બદલામાં કમિશન મેળવવા જતા હીરાના કારખાનેદારે રૂ.7.96 લાખ ગુમાવ્યા

by Aadhya
0 comment 2 minutes read

અલગ અલગ પ્રોડક્ટનો ઓર્ડર મોલ માટે પૂરો કરવા મૂળ બોટાદના વતની અને સિંગણપોરમાં રહેતા કારખાનેદાર પાસે ટાસ્ક લેવા માટે શરૂઆતમાં નજીવી રકમનું રિચાર્જ કરાવી ટોળકીએ બાદમાં ખેલ કર્યો

કારખાનેદારે ઓનલાઈન અર્નીંગ સર્ચ કરી લીંક ક્લીક કરતા લવલોકલમાંથી પ્રબાકરે વાત કરી શીશામાં ઉતાર્યા હતા

Updated: Dec 8th, 2023


– અલગ અલગ પ્રોડક્ટનો ઓર્ડર મોલ માટે પૂરો કરવા મૂળ બોટાદના વતની અને સિંગણપોરમાં રહેતા કારખાનેદાર પાસે ટાસ્ક લેવા માટે શરૂઆતમાં નજીવી રકમનું રિચાર્જ કરાવી ટોળકીએ બાદમાં ખેલ કર્યો

– કારખાનેદારે ઓનલાઈન અર્નીંગ સર્ચ કરી લીંક ક્લીક કરતા લવલોકલમાંથી પ્રબાકરે વાત કરી શીશામાં ઉતાર્યા હતા

સુરત, : સુરતના મહિધરપુરા હીરાબજારમાં ઓફિસ ધરાવતા મૂળ બોટાદના હીરા કારખાનેદારે અલગ અલગ પ્રોડક્ટનો ઓર્ડર મોલ માટે પૂરો કરવાના ટાસ્કના બદલામાં કમિશન મેળવવા જતા રૂ.7.96 લાખ ગુમાવ્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ છે.

સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદના વતની અને સુરતમાં સિંગણપોર ચાર રસ્તા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય આનંદભાઈ ( નામ બદલ્યું છે ) હીરાનું કારખાનું ધરાવે છે અને તેમની ઓફિસ મહિધરપુરા હીરાબજારમાં આવેલી છે.ગત 4 નવેમ્બરના રોજ તે ગુગલ પર ઓનલાઈન અર્નીંગ અંગે સર્ચ કરતા હતા ત્યારે અર્ન ડીજીટલી સર્ચ કરતા એક લીંક મળી તેના પર ક્લીક કરતા તેમાં ધ મોસ્ટ પ્રોફીટેબલ ન્યુ વે ટુ અર્ન મની બાય ડુઈંગ પાર્ટટાઈમ જોબ્સ એટ હોમ લખ્યું હતું.આનંદભાઈએ તેની સાથેના વ્હોટ્સએપ નંબરની લીંક ક્લીક કરતા એક મોબાઈલ નંબરનું વ્હોટ્સએપ ઓપન થયું હતું.તેમાં તેમણે મેસેજ કરતા લવલોકલમાંથી પ્રબાકરને વાત કરી હતી.


તેણે અલગ અલગ પ્રોડક્ટનો ઓર્ડર મોલ માટે પૂરો કરવાના ટાસ્કના બદલામાં રૂ.80 થી 100 નું કમિશન મળશે કહી આનંદભાઈને પાર્ટટાઈમ જોબ માટે તૈયાર કરી ન્યુએપ ડાઉનલોડ કરાવી ટાસ્ક લેવા માટે શરૂઆતમાં રૂ.160 નું રિચાર્જ કરાવ્યું હતું.ત્યાર બાદ ટાસ્ક આપી તેનું કમિશન જમા કરાવી વધુ ટાસ્ક માટે કુલ રૂ.8,07,417 રિચાર્જ કરાવી રૂ.11,875 વિડ્રો કરવા દીધા હતા.બાદમાં બાકીના રૂ.7,95,542 વિડ્રો કરવા માટે વધુ મોટી રકમનું રિચાર્જ કરવા કહેતા આનંદભાઈને છેતરાયાની જાણ થઈ હતી.આ અંગે તેમણે સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં કરેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગતરોજ ઠગ ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Source link

You may also like

Leave a Comment