NSUIએ ફરિયાદ કરી આંદોલનની ચીમકી આપી
Updated: Dec 12th, 2023
– લેડીઝ
બાથરૃમના બારીના કાચ તૂટેલા છે,
લાઇટો નથી, સેનેટરી પેડનું મશીન ચાલતું નથી,
મચ્છરોનો ઉપદ્રવ
સુરત
નર્મદ
યુનિવર્સિટી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે તો બીજી બાજુ શહેરના
પ્રતિષ્ઠીત ટ્રસ્ટ સાર્વજનિક એજયુકેશન સંચાલિત એમટીબી કોલેજમાં વિદ્યાર્થીનીઓના
બાથરૃમના બારીના કાચ તુટયા હોવાની લાઇટો નહીં હોવાની સાથે જ ગંભીર ફરિયાદો ઉઠી છે.
સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યુ છે.
સુરત શહેરના
અઠવાલાઇન્સ સ્થિત એમટીબી કોલેજ વર્ષો જુની કોલેજ છે. આ કોલેજમાં ગંદકીની ઉઠેલી ફરિયાદ
વચ્ચે આજે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા ( એનએસયુઆઇ) ના કાર્યકરો દ્વારા કોલેજના
આચાર્યને વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના બાથરૃમમાં ગંદકીને લઇને ફરિયાદો કરી હતી. જેમાં
લેડીઝ વોશરૃમમાં અમુક નળમાં પાણી આવે છે. અમુક નળમાં પાણી આવતુ નથી. અમુક બારીઓના કાચ
તુટી ગયા છે. ડસ્ટબીનની સુવિધા નથી. સેનેટરી નેપ્કીનના નિકાલ માટેનું મશીન પણ ચાલતુ
નથી. તેમજ ઘણીવાર સેનેટરી વેસ્ટ રસ્તા પર ગમે ત્યાં નજરે પડે છે. લેડીઝ ચેન્જીગ રૃમમાં
લાઇટની સુવિધા નથી.જેન્ટસ વોશરૃમની અંદર સ્વચ્છતાનો અભાવ છે. જેના પરિણામે મચ્છરોનો
ઉપદ્વવ થાય છે. વોશબેઝીન તુટી ગયુ છે. તેમજ વોશ બેઝીનની અંદર યુરીનનો નિકાલ થતો નથી.
અને દુર્ગધ ઉત્પન્ન થાય છે.
એમટીબી
કોલેજના આચાર્યને આ બાબતે રજુઆત કરીને એનએસયુઆઇ દ્વારા સાત દિવસની અંદર આ બધી
સમસ્યાઓનુ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. જો કે ટ્રસ્ટના
ચેરમેન દ્વારા બધુ બરાબર હોવાનું જણાવ્યુ હતુ.