રિયલ્ટી ડેવલપમેન્ટ કંપની DLF ગુરુગ્રામમાં નવા લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટ બનાવવા માટે આગામી ચાર વર્ષમાં રૂ. 3,500 કરોડનું રોકાણ કરશે. DLF ‘ધ આર્બર’ નામનો નવો રહેણાંક પ્રોજેક્ટ વિકસાવશે.
આ પ્રોજેક્ટ લગભગ 25 એકરમાં હશે અને તેમાં 1,137 એપાર્ટમેન્ટ્સ સાથે પાંચ બહુમાળી ઇમારતો હશે.
બજાર મૂલ્યની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની DLF એ 15 થી 17 ફેબ્રુઆરી સુધીમાં લગભગ રૂ. 8,000 કરોડમાં તમામ 1,137 એપાર્ટમેન્ટ વેચ્યા છે. દરેક એપાર્ટમેન્ટની કિંમત સાત કરોડ કે તેથી વધુ છે.
DLF લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અશોક ત્યાગીએ જણાવ્યું હતું કે, “અમે આ નવા પ્રોજેક્ટમાં લગભગ 4.5 મિલિયન ચોરસ ફૂટ વિસ્તારનો વિકાસ કરીશું.” બાંધકામ ખર્ચના પ્રશ્ન પર, તેમણે કહ્યું કે આ વૈભવી પ્રોજેક્ટમાં આપવામાં આવેલા વચનો મુજબ, તે પ્રતિ ચોરસ ફૂટ આશરે 7,000-8,000 રૂપિયા હશે.
ત્યાગીએ જણાવ્યું હતું કે એકંદર સિમેન્ટ અને સ્ટીલ જેવી મુખ્ય બાંધકામ સામગ્રીના ભાવમાં વધારાને કારણે સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ વધી ગયો હતો.
ડીએલએફના ગ્રૂપ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આકાશ ઓહરીએ જણાવ્યું હતું કે, “આગામી ચાર વર્ષમાં કુલ બાંધકામ ખર્ચ આશરે રૂ. 3,500 કરોડ થશે.”
કંપનીએ ગોલ્ફ કોર્સ એક્સટેન્શન માર્ગ, સેક્ટર 63 પર સ્થિત આ પ્રોજેક્ટમાં 18,000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના ભાવે એપાર્ટમેન્ટ વેચ્યા છે.