દહીં સાથે ન કરો 5 વસ્તુનું સેવન, નહીં તો થશે મુશ્કેલી

by Aaradhna
0 comment 2 minutes read

દહીં સાથે ન કરો 5 વસ્તુનું સેવન, નહીં તો થશે મુશ્કેલી

  • દહીં સાથે 5 વસ્તુનું ટાળો સેવન
  • દૂધ, ડુંગળી, કેરીનું સેવન કરશે નુકસાન
  • નહીં તો થશે મોટી મુશ્કેલી

દહીંને હેલ્થને માટે ફાયદારૂપ માનવામાં આવે છે. લંચમાં દહીંને સામેલ કરવાની સાથે તેની સાથે વિરુદ્ધ આહાર લેવાથી નુકસાન થઈ શકે છે. આયુર્વેદની સાથે વિરુદ્ધ આહારના સેવનથી શરીર અલગ રીતે રિએક્ટ કરે છે કેમકે વિરુદ્ધ આહાર રસ, રક્ત વગેરે ધાતુને દૂષિત કરે છે. તેનાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. તેના કારણે પેટમાં દર્દ, પેટ ખરાબ થવું, ઉલટી, મિતલી, ડાયરિયાની સમસ્યા થઈ શકે છે. ક્યારેક કોઈ લાંબા સમયની બીમારી પણ થાય છે. જાણો દહીંની સાથે કઈ ચીજના સેવનથી કયું નુકસાન થઈ શકે છે.

દૂધ અને દહીં

દહીં જયારે ખાટું હોય છે તો તમામ લોકો તેમાં દૂધને મિક્સ કરીને તેનું સેવન કરે છે જે સંપૂર્ણ રીતે ખોટું છે.

દૂધથી દહીં જરૂર બને છે પણ તેની પ્રક્રિયામાં તેની તાસીર અને સ્વભાવ બદલાઈ શકે છે.

તેના માટે દૂધ અને દહીંનું સેવન સાથે ન કરવું.

તેનાથી ડાઈજેશન ખરાબ થઈ શકે છે અને તેનાથી એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે.

દહીં અને ડુંગળી

અનેક લોકો દહીંની સાથે ડુંગળી પણ ખાય છે. કેટલાક ડુંગળીનું રાયતું પણ ખાય છે.

દહી અને ડુંગળીનો મેળ હેલ્થ માટે સારો માનવામાં આવતો નથી. તેને ખાવાથી તમને એલર્જી, ઉલ્ટી, ગેસ, એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

કેરી અને દહીં

દહીં અને કેરીનું સેવન સાથે ન કરવું. કેરીની પ્રકૃતિ ગરમ હોય છે અને દહીં તાસીરમાં ઠંડું હોય છે.

આ બંનેને સાથે ખાવાથી શરીરમાં વિષાક્ત પદાર્થ બની શકે છે. એવામાં ફૂડ પોઈઝનિંગનો ખતરો વધે છે અને સ્કીન સાથે જોડાયેલી તમામ મુશ્કેલી વધી શકે છે.

તળેલી ચીજની સાથે દહીં

અનેક લોકોને ભજિયા સાથે કે પછી પરાઠાની સાથે દહીં ખાવાની આદત હોય છે.

જ્યારે દહીં ચીકણી ચીજને પચાવવામાં સમસ્યા સર્જી શકે છે.

તેના કારણે પાચન પ્રક્રિયા ગરબડ કરી શકે છે. દહીંના પોષક તત્વો પણ શરીરને મળી શકતા નથી.

દહીં અને માછલી

માછલી ખાનારા લોકોએ પણ દહીંનું સેવન કરવું નહીં. માછલી અને દહીંનું સેવન કરવાથી તમારું પેટ બગડી શકે છે.

અપચો, ગેસ, પેટ દર્દ, ઉલ્ટીની સમસ્યા થવાની સાથે તમને અનેક મુશ્કેલીઓ થઈ શકે છે.

You may also like

Leave a Comment