કોરોના બાદ રોગપ્રતિકારકશક્તિ વધારવા કરો આ પાંચ કસરત

by Aaradhna
0 comment 3 minutes read

કોરોના બાદ રોગપ્રતિકારકશક્તિ વધારવા કરો આ પાંચ કસરત

  • 15 મિનીટ દોરડા કુદવાથી 250 કેલેરી ઓછી થાય છે
  •  ઘરમાં કોઈ ઉંચી રેલીંગ પર પુલઅપ કરવા જોઇએ
  • સીડી ચઢવાથી પગની માંસપેશીઓ મજબુત બને

કોરોનાના સમયગાળામાં અને બદલાતી ઋતુના લીધે ઘણાબધા લોકોની તબિયત ખરાબ થઇ રહી છે. ત્યારે સ્વાસ્થ્યપ્રદ ખોરાક અને કસરત કરવાના લીધે ફાયદો થાય છે.

પેન્ડેમીકનો ખતરો આપણી પર તોળાયેલો હોવાથી હાલમાં જીમ જઈને કસરત કરવી શક્ય નથી માટે ઘરે રહીને કરવાલાયક કસરતો કરીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ.

કેટલાક લોકોને ફક્ત જીમમાં જઈને કસરત કરવી કે મેદાનમાં જઈને દોડવું ગમતું હોય છે.

અત્યારની પરિસ્થિતિને અનુસરતા પોતાનું અને પરિવારનું ધ્યાન રાખવા ઘરે રહીને કરાતી કસરતો ખુબ ઉપયોગી બને છે.

સવારે ઉઠીને 4 મિનીટ માટે આ કસરત કરવાથી ખુબ સારું પરિણામ મળે છે.

દોરડા કુદવા :

આ કસરત સૌથી સહેલી છે. પોતાના ઘરમાં કે ધાબા પર જઈને આ કસરત કરી શકાય છે.

બસ એ ધ્યાન રાખવાનું છે કે દોરડા કુદતી વખતે તમે મોઢામાંથી શ્વાસ ન લો પરંતુ નાકથી શ્વાસ લો.

દોરડા કુદતી વખતે શરીરને સીધું રાખો અને ઘૂંટણને ન વાળો. 15 – 20 મિનીટ સુધી કસરત કરવાના લીધે 250 થી ૩૦૦ જેટલી કેલેરી ઓછી થાય છે.

પુશઅપ :

પુશઅપ એવી કસરત છે કે જેને પુરુષ અને મહિલાઓ બંને કરી શકે છે.

આ કસરત કરવાના લીધે બરડો, ખભો, પેટ અને હાથના ખેંચાણના લીધે કસરત થાય છે.

આ કસરત કરતી વખતે માથું અને શરીર એક દિશામાં હોય છે તથા હાથ ખભાથી થોડીક બહારની દિશામાં હોવા જોઇએ.

બર્પી :

બર્પી કરતી વખતે વ્યક્તિએ લગભગ ઉઠક બેઠક જેવી કસરત કરવાની હોય છે.

આ કસરત કરવાથી શરીરમાં સ્ફૂર્તિ વધે છે. 1 બર્પી કરવાથી 2 કેલેરી ઓછી થાય છે.

પુલઅપ :  

બીજી બધી કસરતની સરખામણીએ આ કસરત થોડીક અઘરી હોય છે.

આ કરસત કોઈ ઉંચી રેલિંગને પકડીને કરી શકાય છે.

કસરત કરતી વખતે હાથથી સમગ્ર શરીરને ઊંચકવાનું હોય છે.

જેના લીધે સમગ્ર શરીરની કસરત થાય છે.

સીડી ચઢવી :

 સીડી ચઢવાની કસરત ખુબ સહેલી હોય છે અને તેનાથી પગની માંસપેશીઓ મજબુત થાય છે.

આ કસરત કરતી વખતે સીડી લપસણી ન હોય તેનું ધ્યાન રાખવું તથા મજબુત પકડવાળા શુઝ પહેરીને જ કરવી જોઈએ.  

You may also like

Leave a Comment