ઘણા બધા કપલ્સ એવુ માનતા હોય છે કે શારીરિક સંબંધોમાં પાર્ટનરની સુગંધ મહત્વની ભૂમિકા અદા કરતી હોય છે. એટલું જ નહીં, ઘણા કપલ્સ તો પોતાના પાર્ટનરની સ્મેલથી જ ટર્ન ઓન થઈ જાય છે. પરંતુ વાત જો પ્રાઈવેટ પાર્ટમાંથી આવતી સ્મેલની છે તો તેને અવગણી ના શકાય. મહિલાઓના પ્રાઈવેટ પાર્ટમાંથી કોઈ ફિશી સ્પેમ આવે તો તે ગંભીર પ્રકારના ઈન્ફેક્શનની નિશાની છે.
ન્યૂયોર્ક સ્થિત ગાઈનકોલોજિસ્ટ અને એમડ્દી અલીસા ડ્વેકના જણાવ્યા પ્રમાણે, જો વજાઈનામાંથી માછલી જેવી દુર્ગંધ આવે તો તે બેક્ટેરિયલ વજાઈનોસિસ કે પછી ટ્રાઈકોમોનિએસિસ હોઈ શકે છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના ઈન્ફેક્શનની સ્થિતિમાં કોન્ડમ વગર ઈન્ટરકોર્સ કરવાથી પ્રાઈવેટ પાર્ટમાંથી પણ ફિશ જેવી સ્મેલ આવી શકે છે.
મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં જ્યારે બેક્ટીરિયલ ઈન્વાઈરનમેંટમાં ફેરફાર થાય છે ત્યારે પીએચ લેવલમાં ઘણું જ અંતર આવી જાય છે અની તેના કારણે ફિશ અને ગ્રે રંગનો ફિણ પ્રકારનો ડિર્ચાર્જ થવા લાગે છે.
આ પ્રકારની સ્થિતિમાં શારીરિક સંબંધો બાંધવાનું અવગણવું જોઈએ અને ગાઈનકોલોજિસ્ટ પાસે તેની સારવાર કરાવવી જોઈએ. નાની અમથી પણ બેદરકારી ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે આ એક સેક્યુઅલી ટ્રાંસમિટેડ ડિસીઝ નથી, માટે મેલ પાર્ટનરે સારવારની કોઈ જરૂરિયાત રહેતી નથી. મહિલા પાર્ટનરે આ ઈન્ફેક્શનની સ્થિતિમાં પુરો કોર્સ કરવો જોઈએ.