મંગળવારે ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો 15 પૈસા સુધરીને 82.16 (કામચલાઉ) થયો હતો. વિદેશી બજારોમાં ડોલરના નબળા પડવાના કારણે રૂપિયામાં આ વધારો થયો છે.
ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો 82.20 પર ખુલ્યો હતો. ટ્રેડિંગના અંતે, તે તેના અગાઉના બંધ ભાવની તુલનામાં 15 પૈસા વધુ, પ્રતિ ડોલર 82.16 પર બંધ થયો.
દિવસ દરમિયાન રૂપિયો 82.16ની ઊંચી અને 82.28ની નીચી રેન્જમાં ટ્રેડ થયો હતો. અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂપિયો પ્રતિ ડૉલર 82.31 પર બંધ થયો હતો.
દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય કરન્સીની બાસ્કેટ સામે યુએસ ડૉલરની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે, તે 0.26 ટકા ઘટીને 102.59 થયો હતો. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.42 ટકા ઘટીને USD 77.79 પ્રતિ બેરલ થયું હતું.
સ્થાનિક શેરબજારના મોરચે, BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 40.14 પોઈન્ટ ઘટીને 57,613.72 પોઈન્ટ પર બંધ થયા છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડીબજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા અને અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. 890.64 કરોડના શેર વેચ્યા હતા.