ફરી એક વખત પેન ડ્રાઈવ બોમ્બ ફોડશે ડેપ્યુ.સીએમ ફડણવીસ?

by Radhika
0 comment 1 minutes read

રાજ્યનું વિધાનસભાનું બજેટ સત્ર 27મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે. રાજ્યમાં સત્તા પરિવર્તન થઈને ગયા વર્ષે વિરોધ પક્ષના નેતા રહેલાં દેવેન્દ્ર ફડણવીસ હવે સત્તામાં આવી ગયા છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે હવે નાણા ખાતુ છે એટલે તેઓ પહેલી જ વખત 9મી માર્ચના બજેટ રજૂ કરશે. વિરોધ પક્ષના નેતા તરીકે ગયા વર્ષે 8મી માર્ચના ફડણવીસે બજેટ સત્રમાં સરકાર પર નિશાનો સાધ્યો હતો. વિધાનસભામાં પેનડ્રાઈવ બોમ્બ ફોડીને ફડણવીસે સરકારની મુશ્કેલીઓ વધારી હતી.

હવે અત્યારે સત્તામાં હોવા છતાં પણ ફડણવીસ ફરી એક વખત પેન ડ્રાઈવથી સ્ફોટક ખુલાસાઓ કરીને સંબંધિત લોકોને મુશ્કેલીમાં મૂકવાની ફિરાકમાં છે. હાલમાં જ દેવેન્દ્ર ફડણવીસે તેમની ધરપકડ કરવાનું ષડયંત્ર ઠાકરે સરકાર દ્વારા રચવામાં આવ્યો હતો એવો આક્ષેપ કર્યો હતો. હવે આ આક્ષેપને કારણે શંકાની સોઈ ફરી એક વખત પેનડ્રાઈવની દિશા તરફ ઈશારો કરાઈ રહ્યો છે અને ફરી વખત વિધાનસભામાં ફડણવીસ પેન ડ્રાઈવ બોમ્બ ફોડીને સંબંધિત લોકોને મુશ્કેલીમાં મૂકશે કે કેમ એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

વિરોધ પક્ષના લોકો સામે ખોટી ફરિયાદો નોંધીને તેમને મુશ્કેલીમા મૂકવાનું કાવતરું ઠાકરે સરકાર દ્વારા રચવામાં આવ્યું હતું, એવો આક્ષેપ ફડણવીસે કર્યો હતો. આ બધાના પુરાવા છે એવું કહીને તેમણે તત્કાલિન ઉપાધ્યક્ષને એક પેન ડ્રાઈવપ સોંપી હતી. 125 કલાકનું સ્ટિંગ ઓપરેશન અને 29 જેટલી અલગ અલગ પેનડ્રાઈવ પોતાની પાસે છે એવું પણ ફડણવીસ જણાવ્યું. હતું. આ પેનડ્રાઈવમાં જેટલો ડેટા છે એના પરથી તો 25-30 વેબ સિરીઝ ખૂબ જ સરળતાથી બનાવી શકાય એવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

દરમિયાન હવે નાયબ મુખ્ય પ્રધાન બન્યા બાદ પણ ફડણવીસે પોતાની ધરપકડ કરવામાં આવવાની હતી એવું નિવેદન કર્યું છે તો એના માટે પેન ડ્રાઈવ બોમ્બ જવાબદાર છે કે કેમ એવી અટકળો રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. આ સત્રમાં પણ નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વધુ પેન ડ્રાઈવ વિધાનસભાના વિધાનસભ્યોને આપવાના છે.

You may also like

Leave a Comment