બિમારીને લીધે ઉધનામાં વૃધ્ધ, યોગ્ય કામ ન મળતા કાપોદ્રામાં આધેડનો આપઘાત

by Aadhya
0 comments 1 minutes read

Updated: Dec 26th, 2023

 સુરત :

સુરતમાં
આપધાતના બે બનાવમાં ઉધનામાં આજે મંગળવારે સવારે બિમારીથી કટાંળીને વૃધ્ધ અને કાપોદ્રામાં
યોગ્ય કામ નહી મળવાના ટેન્શનમાં આધેડે આત્મહત્યા કરી હતી.

સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ઉધનામાં સોનલ સોસાયટી વિ-૨માં રહેતા ૬૩ વર્ષીય ઉખારામ શંકરભાઇ
વખારે આજે મંગળવારે સવારે ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી
હતી. પોલીસે કહ્યુ કે
, ઉખારામ મુળ મહારાષ્ટ્રના ધરણગાંવના વતની હતા. તેમને ડાયાબિટીસ સહિતની બિમારી
પીડાતા હોવાથી કટાંળીને આ પગલુ ભર્યુ હતુ. તેમને સંતાનમાં બે પુત્ર છે. તે નિવૃત જીવન
ગાળતા હતા. આ અંગે ઉધના પોલીસે તપાસ આદરી છે. બીજા બનાવમાં કાપોદ્રામાં શ્રીરામનગરમાં
રહેતા ૪૮ વર્ષીય વિઠ્ઠલ જુલાલ કોળી આજે મંગળવારે સવારે ઘરમાં પંખા સાથે સાડીનો છેડો
બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો. પોલીસે જણાવ્યુ કે
, વિઠ્ઠલ
ધણા સમયથી યોગ્ય કામ ધંધો મળતો ન હતો. જેના લીધે તે ટેન્શનમાં આવી આ પગલુ ભર્યુ હોવાની
સકયતા સેવાઇ રહી છે. જયારે તે મુળ મહારાષ્ટ્રના નંદુરબારના વતની હતા. તેમને બે પુત્ર
છે.

Source link

You may also like

Leave a Comment