મિલ્કતમાં બહેનોને હિસ્સો ન આપવા ખોટા પંચકયાશથી પ્રોપર્ટીકાર્ડમાં નામ દાખલ કરાવ્યું

by Aadhya
0 comment 2 minutes read

માતાપિતા બિનવસીયત ગુજરી જતા બંને ભાઈઓએ અન્ય ચાર બહેનો હોવા છતાં તેમના ફક્ત બે વારસ છે, કોઈ પુત્રી વારસ નથી તેવો પંચકયાશ કર્યો

એક બહેનના પુત્ર-પુત્રીએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો : લાલગેટ પોલીસમાં મુંબઈ રહેતા બે ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

Updated: Jan 3rd, 2024

– માતાપિતા બિનવસીયત ગુજરી જતા બંને ભાઈઓએ અન્ય ચાર બહેનો હોવા છતાં તેમના ફક્ત બે વારસ છે, કોઈ પુત્રી વારસ નથી તેવો પંચકયાશ કર્યો

– એક બહેનના પુત્ર-પુત્રીએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો : લાલગેટ પોલીસમાં મુંબઈ રહેતા બે ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત, : સુરતના રામપુરા અને મુંબઈની માતાપિતાની મિલ્કતમાં બહેન અને તેમના સંતાનોને હિસ્સો નહીં આપવો પડે તે માટે મુંબઈના બે ભાઈઓએ અન્ય ચાર બહેનો હોવા છતાં તેમના ફક્ત બે વારસ છે કોઈ પુત્રી વારસ નથી તેવો ખોટો પંચકયાશ બનાવી પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ કરાવતા લાલગેટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાલ એલ.પી.સવાણી રોડ રીવરડેલ સર્કલ પાસે ગ્રીન એવન્યુની સામે વાસ્તુશીલ્પ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.એ/402 માં રહેતા 45 વર્ષીય અંકીતભાઈ ચંદ્રકાંતભાઈ સુરતી સુમીલોન ઈન્ડસ્ટ્રીઝમાં પ્રોડક્શન મેનેજર તરીકે નોકરી કરે છે.સુરતના રામપુરા વોર્ડ નં.7 સીટી સર્વે નં.962 થી નોંધાયેલી મિલ્કત તેમના નાના ઝીણાભાઈ ગોહિલ અને નાની હસમુખબેને 5 સપ્ટેમ્બર, 1953 ના રોજ ખરીદી હતી.જોકે, નાના-નાની બિનવસીયત ગુજરી જતા તેમના છ સંતાનો પૈકી બે પુત્ર વિજયભાઇ ઝીણાભાઇ ગોહીલ ( રહે.802, સી-વિંગ, આકાર પીનકલ, દત્તાપાડા રોડ, મ્યુનિસીપલ સ્કુલ નં.1 ની પાછળ, બોરીવલી ( ઇસ્ટ ), મુંબઈ ) અને જયેશભાઇ ઝીણાભાઇ ગોહીલ ( રહે.901 ,દેવક્રુપા એન્કલેવ, પ્લોટ નં.28, એલ.ટી.નગર રોડ નં.1, એમ.જી.રોડ, ગોરેગાંવ, મુંબઈ ) એ અન્ય ચાર બહેનો અને તેમના સંતાનોને માતાપિતાની રામપુરા અને મુંબઈની મિલ્કતમાં હિસ્સો નહીં આપવો પડે તે માટે ખોટો પંચકયાશ બનાવડાવ્યો હતો.


બંને ભાઈઓએ તેમાં તેવું બતાવ્યું હતું કે તેમના માતાપિતાના ફક્ત બે વારસ છે કોઈ પુત્રી વારસ નથી.અંકીતભાઈએ માતા નિર્મળાબેન ગુજરી ગયા બાદ પોતાનો અને બહેન પ્રીતિનો મિલ્કતમાં હિસ્સો માંગ્યો ત્યારે બંને મામાએ કોઈ હિસ્સો નથી તેમ કહેતા અંકીતભાઈએ તપાસ કરતા ખોટા પંચકયાશની જાણ થઈ હતી.આથી તેમણે બંને મામા વિરુદ્ધ ગતરોજ લાલગેટ પોલીસ મથકમાં બોગસ દસ્તાવેજ અંગેની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ જી.કે.રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.

Source link

You may also like

Leave a Comment