અલકાયદા માટે નાણાં ટ્રાન્સફર કરનાર બાંગ્લાદેશી યુવાનને પાંચ દિવસના રિમાન્ડ

by Aadhya
0 comment 3 minutes read

NIAના વોન્ટેડ આરોપી હુમાયુખાન સાથે સાંઠગાંઠ ધરાવી નાણાં ટ્રાન્સફર કરનાર બાંગ્લાદેશી અબુબકરને સુરતની સીજીએમ કોર્ટમાં રજુ કરાયો

Updated: Oct 27th, 2023


સુરત,

NIAના
વોન્ટેડ આરોપી હુમાયુખાન સાથે સાંઠગાંઠ ધરાવી નાણાં ટ્રાન્સફર કરનાર બાંગ્લાદેશી
અબુબકરને સુરતની સીજીએમ કોર્ટમાં રજુ કરાયો

         

એનઆઈએના
વોન્ટેડ હુમાયુખાન સાથે સાંઠગાંઠ ધરાવતા તથા આઠ વર્ષોથી ભારતમાં ગેરકાયદે ઘુસીને
બોગસ દસ્તાવેજોના આધારે આધારકાર્ડ બનાવીને રહેતા બાંગ્લાદેશી નાગરિકની સુરત ક્રાઈમ
બ્રાંચે ધરપકડ કરી
10દિવસના રિમાન્ડની માંગ સાથે સુરતની ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ
પી.બી.પટેલની કોર્ટમાં રજુ કરતાં કોર્ટે આરોપીને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપતો
હુકમ કર્યો છે.

સુરત ક્રાઈમ
બ્રાંચના તપાસ અધિકારી એસ.એન.પરમારે ગઈકાલે બાતમીના આધારે વેસુના કેનાલ રોડ ખાતેથી
મૂળ બાંગ્લાદેશના નારાયણગંજ જિલ્લાના બેલ્દીગામના વતની  નાગરિક આરોપી અબુબકર ઉર્ફે અલીમ હક્ક બૈજરઅલી ખાન(રે.ભારત
સ્મોલ ઈન્ડ એસ્ટેટ વટવા અમદાવાદ)ની ધરપકડ કરી હતી.આરોપી વર્ષ-
2015માં ગેરકાયદે ભારતમાં
ઘુસીને અમદાવાદ ખાતે રહીને ગૌતમ નામના શખ્શ પાસેથી પાસે અલીમ હક્ક નામે બોગસ આધારકાર્ડ
બનાવીને રહેતો હતો.જેથી સુરત ક્રાઈમ બ્રાંચે આરોપીની ઈપીકો-
465,468,471 તથા 114 અને ધી ફોરેનર્સ એક્ટ,ધી પાસપોર્ટ (એન્ટ્રી ઈન ટુ ઈન્ડીયા)રૃલ્સના ભંગ બદલ ધરપકડ કરી આજે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે ચીફ કોર્ટમાં રજુ કર્યો હતો.આરોપીના રિમાન્ડની
માંગની સુનાવણી દરમિયાન સરકારપક્ષે એપીપી શીતલસિંહ ધાકરેએ કુલ દશ કારણોસર રિમાન્ડ માંગ્યા
હતા.જે મુજબ આરોપીએ બોગસ આધારકાર્ડ તથા ખોટું નામ ધારણ કરીને અમદાવાદ વટવા ખાતે બેંક
ઓફ બરોડોમાં ખાતું ખોલાવી પગારના નાણાં બાંગ્લાદેશના હુમાયુખાનના ખાતામાં ટ્રાન્સફર
કરતો હતો.જે માટે એક ટ્રાન્ઝેકશન પર હુમાયુખાન
300 કમિશન કાપીને
આરોપીની માતાના ખાતામાં બાંગ્લાદેશી કરન્સીમાં નાણાં ટ્રાન્સફર કરતા હતા.જેથી આરોપીના
બેંક ખાતાની ડીટેલ્સ મેળવવાની છે.અલકાયદાની એનઆઈએની તપાસમાં આરોપી હુમાયુખાન બાંગ્લાદેશનો
વોન્ટેડ છે.હાલના આરોપીઓ તેના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરીને પોતાના પરિવારને કે કોઈ
દેશ વિરુધ્ધની પ્રવૃત્તિમાં મોકલતો હતો તેની તપાસ કરવાની છે.આરોપીના અન્ય કોઈ સંબંધી
ભારતમાં ગેરકાયદે વસવાટ કરે છે કે કેમ
?અન્ય ગુના આચર્યા છે કે
કેમ
?આરોપી અમદાવાદ ખાતે વર્ષ-2015થી ગેરકાયદે
ઘુસણખોરી કરીને વસવાટ કરી નોકરી કરતો હતો.આરોપીએ નારોલના વોન્ટેડ આરોપી ગૌતમનો સંપર્ક
કરીને બોગસ નામ ધારણ કરીને આધારકાર્ડ બનાવ્યો છે.જેથી ગૌતમનું નામ સરનામુ જાણવા
,આરોપીના મોબાઈલના સંપર્ક નંબદોલની કોલડીેટેલ્સ મેળવીને અન્ય કોઈ બાંગ્લાદેશી
નાગરિક ગેરકાયદે રહેતા હોય તો તેની તપાસ કરવાની છે.જેથી કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને
લઈને સઘન તપાસ માટે આરોપી અબુબકર હજરતઅલીને તા.
1નવેમ્બર સુધી
એટલે કે પાંચ દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

Source link

You may also like

Leave a Comment