વિડીયો વાયરલ કરવા ધમકી આપી 12 વર્ષની બાળાને અડપલાં કરનારને પાંચ વર્ષની સખ્તકેદ

by Aadhya
0 comment 3 minutes read

20 વર્ષના યુવાને બાળાના ઘરમાં ઘુસી કીસ કરી અડપલા કર્યા હતાઃ જાતીય સતામણી બદલ ભોગ બનનારને 50 હજાર વળતર આપવા નિર્દેશ

Updated: Dec 20th, 2023

 


સુરત

20 વર્ષના યુવાને બાળાના ઘરમાં ઘુસી કીસ કરી અડપલા કર્યા હતાઃ જાતીય સતામણી
બદલ ભોગ બનનારને
50 હજાર વળતર આપવા નિર્દેશ

     

એકાદ
વર્ષ પહેલાં સિંગણપોર-ડભોલી પોલીસ મથકની હદમાં રહેતી
12 વર્ષની બાળાનો વીડીયો
વાયરલ કરવાની ધમકી આપી ઘરમાં ઘુસી જઈને શારીરીક અડપલાં કરી પોક્સો એક્ટના ભંગના
ગુનામાં
20 વર્ષીય આરોપીને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના
એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ પોક્સો એકટની કલમ-
7
સાથે વાંચતા કલમ-
8ના ગુનામાં પાંચ વર્ષની સખ્તકેદ,5 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદ તથા ભોગ બનનારને 50 હજાર વળતર ચુકવવા હુકમ કર્યો છે.

સિંગણપોર-ડભોલી
પોલીસમથકની હદમાં રહેતા
12 વર્ષની બાળાના ફરિયાદી પિતાએ ડીસેમ્બર-2022 ના રોજ મૂળ
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના નવાનાવડા ગામના વતની
20 વર્ષીય
આરોપી પ્રદિપસિંહ કીરીટસિંહ સોલંકી(રે.સુર્યદર્શન એપાર્ટમેન્ટ
, કતારગામ) વિરુધ્ધ ઈપીકો-354(એ)(1)(2),354(ડી)(1)2,506(2) તથા પોક્સો એક્ટની કલમ-7,8 તથા 11(4)(6) તથા 12 હેઠળ સિંગણપોર ડભોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
હતી.જે મુજબ આરોપીએ ફરિયાદીની સગીર પુત્રીને વીડીયો વાયરલ કરવાની ધમકી આપીને તેના માતા-પિતાની
ગેરહાજરીમાં ઘરમાં પરાણે ઘુસી જઈને કીસ કરી શારીરિક અડપલાં કરીને જાતીય હુમલો કર્યો
હોવાનો ફરિયાદમાં આક્ષેપ મુક્યો હતો.આરોપી પ્રદિપસિંહ સોલંકીએ અગાઉ પણ ફરિયાદીની પુત્રીને
મોબાઈલ ફોન મારફતે સંપર્કમાં આવીને ધાકધમકી આપીને ડભોલી બ્રિજ પર મોટર સાયકલ પર લઈ
જઈને  શારીરિક અડપલાં કર્યા હતા.


કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યા બાદ ન્યાયિક કેસ કાર્યવાહી હાથ
ધરવામાં આવી હતી.જે દરમિયાન સરકારપક્ષે કુલ
29 સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપી ઉપરોક્ત
તમામ ગુનામાં દોષી ઠેરવતા આરોપીના બચાવપક્ષે આરોપીની નાની ઉંમર હોઈ માતાપિતાની
ભરણપોષણની જવાબદારી હોઈ ઓછી સજા તથા દંડ કરવા માંગ કરી હતી.જેના વિરોધમાં
સરકારપક્ષે આરોપી પુખ્ત પુરુષ હોઈ ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણવા છતાં પ્રલોભન
આપી ઈન્સ્ટા આઈડી સતત સંપર્ક સાધી તેની મુગ્ધાવસ્થાનો ગેરલાભ ઉઠાવી જાતીય હુમલો
કર્યો છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીને ઉપરોક્ત ગુનામાં સખ્તકેદ
,દંડ તથા ભોગ બનનારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર ચુકવવા નિર્દેશ
આપ્યો છે.કોર્ટે જણાવ્યું હતું કે સમાજમાં કુમળી વયના બાળકો સાથે શારીરિક જાતીય
સતામણીના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે.આવા ગુના અટકે અને સમાજમાં બાળકો
સુરક્ષિત રહે તે જોવાની અદાલતની પવિત્ર ફરજ બને છે.કોર્ટે આરોપીની સજામાં
પ્રોબેશનનો લાભ આપવા  કે સજામાં રહેમની
ભીખને નકારી કાઢી છે.

Source link

You may also like

Leave a Comment