સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે પહેલીવાર મહિલાની વરણી થઈ

by Aadhya
0 comment 1 minutes read

Updated: Sep 22nd, 2023


– સૌથી નાની વયના મહિલા કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા પાયલ સાકરીયા નવા વિરોધ પક્ષના નેતા, મહેશ અણગડને ઉપનેતા બનાવાયા

સુરત,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર 

સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષમાં પહેલીવાર આવેલા આમ આદમી પાર્ટી એ પાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે મહિલાની નિમણૂક કરી છે. સુરત પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર વિરોધ પક્ષના નેતા તરીકે મહિલાની નિમણૂક થઈ છે.

સુરત મહાનગરપાલિકાના વિપક્ષ આમાંથી પાર્ટી દ્વારા આજે વિરોધ પક્ષ ના નેતા અને ઉપનેતા ની જાહેરાત કરવામાં આવી હતી. સૌથી નાની વયે કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા પાયલ સાકરીયાને મહાનગરપાલિકાના વિપક્ષ નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે વિરોધ પક્ષના ઉપનેતા તરીકે મહેશ અણગડની પસંદગી કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં આ પહેલા વિરોધ પક્ષના નાયબ નેતા તરીકે મુમતાઝ જમાદારની નિમણૂક થઈ હતી. જોકે અત્યાર સુધી વિરોધ પક્ષના નેતા તરીકે પુરુષ કોર્પોરેટરને જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું, પહેલીવાર મહિલા કોર્પોરેટરને વિરોધ પક્ષના નેતા બનાવાયા છે.

જ્યારે દંડક તરીકે રચના હીરપરાની નિમણુક કરવામાં આવી છે.

Source link

You may also like

Leave a Comment