એમેઝોન ની પ્રાઈમ મેમ્બર-શિપ મફત માં મેળવો – આ રહી ટિપ્સ આટલા સ્ટેપ્સ ને ફોલો કરો.

by Aadhya
0 comment 3 minutes read

હાલમાં ઓ.ટી .ટી . (OTT) પ્લેટફોર્મ પણ ઘણા મુવી અને વેબ સિરીઝ પ્રસારિત થાય છે. એમેઝોન ની એપ પર મુવી જોવા માટે તેની મેમ્બરશિપ હોવી જરૂરી છે.

એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ ફ્રીમાં મેળવી શકાય છે. તમે સાચું સાંભળ્યું. આ કરી શકાય છે. અમે તમને અહીં એક રીત જણાવવા જઈ રહ્યા છીએ. આના દ્વારા તમે ફ્રી એમેઝોન પ્રાઇમ સબસ્ક્રિપ્શન મેળવી શકશો.

એમેઝોન પ્રાઇમ એક જાણીતું વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. માત્ર ભારત જ નહીં, દુનિયાભરના લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ નવી ફિલ્મોથી લઈને નવીનતમ વેબ સિરીઝ જોવા માટે કરે છે. જો તમે એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ ફ્રીમાં મેળવવા માંગો છો, તો  અમે તમને અહીં એક સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે એમેઝોન પ્રાઇમ સબસ્ક્રિપ્શન ફ્રીમાં મેળવી શકશો.

એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ (જીઓ) Jioના આ પોસ્ટપેડ પ્લાન્સમા છે.

Jio તેના રૂ. 399 અને રૂ. 599ના પોસ્ટપેડ પ્લાન સાથે એમેઝોન પ્રાઇમ સબ્સ્ક્રિપ્શન મફત ઓફર કરી રહ્યું છે. આ સિવાય તમને આ બંને પ્લાન સાથે નેટફ્લિક્સ અને ડિઝની પ્લસ હોટસ્ટારની મેમ્બરશિપ પણ મળશે. અન્ય સેવાઓની વાત કરીએ તો, તમને 399 રૂપિયાના પ્લાનમાં 75 જીબી ડેટા અને 599 રૂપિયાના પ્લાનમાં 100 જીબી ડેટા મળશે. આ સાથે, તમને બંને પ્લાનમાં અમર્યાદિત કૉલિંગ સહિત Jio એપ્સની ઍક્સેસ આપવામાં આવશે.

એમેઝોન પ્રાઇમ સબસ્ક્રિપ્શન એરટેલના આ પ્રીપેડ પ્લાન્સમા છે.

જો તમે એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ ફ્રીમાં મેળવવા માંગો છો, તો તમારે એરટેલના 155, 179 અને 299 રૂપિયાના પ્રીપેડ પ્લાન રિચાર્જ કરવા પડશે. આ તમામ પ્લાનમાં તમને 30 દિવસ માટે એમેઝોન પ્રાઇમ સબસ્ક્રિપ્શન મળશે. અન્ય ફાયદાઓની વાત કરીએ તો, તમને 155 રૂપિયાના પ્લાનમાં કુલ 1 જીબી ડેટા, 179 રૂપિયાના પ્લાનમાં કુલ 2 જીબી ડેટા અને 299 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા મળશે. આ સિવાય તમામ રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવશે.

You may also like

Leave a Comment