પુણા ગામમાં ઇ-મોપેડની બેટરીમાં ધડાકા બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટઃ ચાર દાઝ્યા

by Aadhya
0 comment 3 minutes read

Updated: Oct 14th, 2023

– ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રાતે ઇ.વી
મોપેડ ચાર્જીંગમાં મુકી પરિવાર  સૂઇ ગયો
હતો
, આગ ફેલાયા બાદ ગેસનો બાટલો પણ ફાટયો

 સુરત,:

પુણા
ગામમાં ગુરુવારે મોડી રાત્રે ચાર્જીંગમાં મુકેલી ઈ-મોપેડની બેટરીમાં ધડાકાભેર
વિસ્ફોટ થતાં ઘરમાં આગ ફાટી નીકળી હતી. બાદ આગે ગંભીર સ્વરૃપ ધારણ કરતા ગેસ
સિલિન્ડર જારદાર ધડાકા સાથે ફાટયુ હતુ. જોકે આગના લીધે પરિવારના ત્રણ સભ્યો સહિત
ચાર વ્યકિત દાઝતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ બનાવના લીધે
ત્યાં હાજર લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.


ફાયર
બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ પુણાગામ ખાતે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા ૪૫
વર્ષીય શિવલાલ રાણપરીયા  ગુરુવારે મોડી
રાત્રે પોતાની ઈલેક્ટ્રીક મોપેડ ચાર્જમાં મુકી હતી. બાદ પરિવારજનો ઘરમાં મીઠી
નિદ્ર માણી રહ્યા હતા. જોકે
,
વહેલી સવારે ઈલેક્ટ્રીક મોપેડની બેટરીમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી
નીકળ્યા બાદ બેટરી પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેથી પરિવારજનો અને આજુ બાજુના લોકો ભર
ઉંધમાંથી ઉઠી જઇને ભાગદોડ થઇ ગઇ હતી. જોત જોતામાં આગ ફેલાઇને ઘરમાં સામાનને
લપેટમાં લીધો હતો. જોકે આગ બેકાબુ બનતા આગની ઝપેટમાં ગેસના સિલિન્ડર આવતા જોરદાર
અવાજ સાથે બ્લાસ્ટ થયો હતો. જેના લીધે બારીના કાચ ફુટયા
, બારણા
સહિત વસ્તુઓ નુકશાન થતા ત્યાં અફડાતફડી મચી જવા પામી હતી. જોકે સ્થાનિક લોકો આગ
બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો.


કોલ
મળતા બે ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયરજવાનો ત્યાં પહોચની પાણી છંટાવ કરીને એક
કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે
,
આગના લીધે ટી.વી, ફિઝ, વોસીંગ
મશીન
, ફનચર, ઘરવકરી, વયારીંગ સહિતની ચીજવસ્તુઓને નુકશાન થયુ હતુ. જયારે આગની જ્વાળ લાગતા ૪૫
વર્ષીય શિવલાલ રાણપરિયા
, તેમનો ૨૩ વર્ષીય પુત્ર જતીન અને ૨૦
વર્ષીય ભત્રીજો મિત અને પડોશમાં રહેતા ૩૫ વર્ષીય જયેશ લિંબાણી દાઝી ગયા હતા. જેથી
૧૦૮ એમ્બ્યુલન્સમાં ચારેય તુરંત સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ દાખલ કર્યા હતા.

Source link

You may also like

Leave a Comment