આ વર્ષ 2022ની વાત કરીએ તો ગૌતમ અદાણીની સંપત્તિમાં $33.0 બિલિયનનો વધારો થયો છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં $7.50 બિલિયનનો વધારો થયો છે. વોરેન બફેટ આ યાદીમાં બીજા નંબરે છે.
ગૌતમ અદાણી Vs મુકેશ અંબાણી નેટ વર્થ:
ગૌતમ અદાણીએ કમાણીની બાબતમાં મુકેશ અંબાણીને ખૂબ પાછળ છોડી દીધા છે. હવે ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, 59 વર્ષીય અદાણીની સંપત્તિ $110 બિલિયન સુધી પહોંચી ગઈ છે, જ્યારે અંબાણીની સંપત્તિ $97.5 બિલિયન છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, છેલ્લા એક દિવસમાં અદાણીની સંપત્તિમાં $3.90 બિલિયનનો વધારો થયો છે, જ્યારે અંબાણીની સંપત્તિમાં માત્ર $1.54 બિલિયનનો વધારો થયો છે.
અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિમાં નંબર વન છે . એલોન મસ્કની કુલ સંપત્તિ $260 બિલિયન છે. આ પછી, એમેઝોનના જેફ બેઝોસ બીજા નંબરે છે, તેમની કુલ નેટવર્થ $179 બિલિયન છે. ત્રીજા નંબરે બર્નાર્ડ આર્નોલ્ટ, ચોથા નંબરે બિલ ગેટ્સ, પાંચમા નંબરે વોરેન બફેટ, છઠ્ઠા નંબરે લેરી પેજ અને સાતમા નંબરે સર્ગેઈ બ્રિન.
2022 માં અદાણીની સંપત્તિમાં $33.0 બિલિયનનો વધારો થયો
બ્લૂમબર્ગ ઈન્ડેક્સ અનુસાર, આ વર્ષ 2022ની વાત કરીએ તો ગૌતમ અદાણીની સંપત્તિમાં $33.0 બિલિયનનો વધારો થયો છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં $7.50 બિલિયનનો વધારો થયો છે. આ યાદીમાં ગૌતમ અદાણી નંબર વન પર છે. ગૌતમ અદાણી પછી બીજા નંબર પર વોરેન બફેટ છે. બફેટની સંપત્તિમાં $18.7 બિલિયનનો વધારો થયો છે. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ગુઈલેમ પોસાઝ છે, તેમની સંપત્તિમાં આ વર્ષે 11.7 બિલિયન ડોલરનો વધારો થયો છે.