કસ્ટમ ડ્યુટી: કેન્દ્ર સરકારે આખા અરહર (તુવેર) કઠોળ પર 10 ટકા કસ્ટમ ડ્યુટી હટાવી દીધી છે. અરહર દાળની વધતી કિંમતોને રોકવા માટે સરકારે આ પગલું ભર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ 3 માર્ચના રોજ એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે તુવેર (આખી) દાળ પર કોઈ કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવશે નહીં. આ આદેશ 4 માર્ચથી લાગુ થઈ ગયો છે.
જો કે, આખી તુવેર દાળ સિવાયની તુવેર ઉત્પાદનોની આયાત પર 10 ટકાના દરે કસ્ટમ ડ્યુટી લાગવાનું ચાલુ રહેશે. દેશભરમાં તુવેર દાળના ઓછા ઉત્પાદનની આશંકાઓ વચ્ચે આખી તુવેર દાળ પરની કસ્ટમ ડ્યુટી માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તુવેર દાળ એ ખરીફ પાક છે.
કૃષિ મંત્રાલયના પ્રારંભિક અનુમાન મુજબ, જુલાઈ 2022-જૂન 2023 સિઝનમાં તુવેર દાળનું ઉત્પાદન ઘટીને 3.89 મિલિયન ટન થઈ શકે છે, જે અગાઉની સિઝનમાં 4.34 મિલિયન ટન હતું.