Updated: Jan 11th, 2024
– 22 વર્ષની દિક્ષીતા
ઠુમ્મર નોકરી પર જતી હતી ત્યારે ફ્લાય ઓવરબ્રિજ ઉતરતી વખતે અચાનક તેના ગળામાં દોરી
પડી
સુરત,:
દર
વર્ષે ઉતરાયણ આવતા પહેલા સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં પતંગની રામાયણ શરૃ થઈજાય
છે. નાના વરાછા ખાતે બુધવારે સાંજે મોપેડ લઇ બ્રિજ પરથી જઈ રહેલી યુવતીના ગળામાં
પતંગના દોરી ફસાતા ગળું કપાઈ જતા કમકમાટીભર્યું મોત થયું હતુ.
સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મોટા વરાછા વિસ્તારમાં ગોકુલ ધામ ખાતે અમૃત રેસિડેન્સીમાં રહેતી ૨૨ વર્ષની દિક્ષીતા ઘનશ્યામભાઇ
ઠુમ્મર બુધવારે સાંજે મોપેડ પર નોકરીએથી ઘરે જવા નીકળી હતી. તે સમયે નાના વરાછા ફલાય
ઓવર બ્રિજ ઉતરતા અચાનક પતંગની કાતિલ દોરી તેના ગળમાં ફસાઇ હતી. જેથી તેનું ગળું કપાઈ
જતા લોહીલુહાણ થઇ ગઇ હતી. તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલેન્સમાં
ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. દિક્ષીતા
મુળ અમરેલીનાં સાંવરકુંડલાની વતની હતી. તેનો એક ભાઇ અને એક બેન છે. તે પરિવારને મદદરૃપ
થવા જવેલર્સની દુકાનમાં નોકરી કરતી હતી. તેના મોતના સમાચાર સાંભળી તેના પરિવારજનોના
પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને ગમગીની છવાઇ ગઇ હતી. આ અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ
ધરી છે.