પ્રશ્ન : મારી ટૂંક સમયમાં સગાઇ થવાની છે. હું નથી ઇચ્છતો કે લગ્ન પછી કોઇ મોટી તબીબી સમસ્યા સર્જાય. આ કારણોસર હું લગ્ન પહેલાં જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવી લેવા ઇચ્છું છું. મારે કયા ટેસ્ટ કરાવવા જોઇએ? એક યુવક (રાજકોટ)
ઉત્તર : તમારી ઇચ્છા અને તકેદારી પ્રસંશનીય છે. લગ્ન પહેલાં કુંડળી મેળવવા કરતા HIV ટેસ્ટ વધુ જરુરી છે. જ્યારે પણ ટેસ્ટ કરાવો ત્યાર બાદ 90 દિવસ બાદ ફરી ટેસ્ટ કરાવો જેથી સચોટ જાણકારી મળી જાય. લગ્ન પહેલાં વર અને કન્યાએ હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ ટેસ્ટ પણ કરાવી લેવો જોઈએ. આ ટેસ્ટથી થેલેસીમિયા અને સિકલ સેલ ડિસીઝ જેવી સામાન્ય આનુવંશિક બીમારીઓ વિશે જાણી શકાય છે.
આ ગરબડથી શરીરમાં હિમોગ્લોબિનનું યોગ્ય માત્રામાં ઉત્પાદન થતું નથી. તેથી પીડિત વ્યક્તિએ દર મહિને બ્લડ ટ્રાન્સફ્યૂઝન જેવી પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જો વર અને કન્યા બંને આ સમસ્યાથી ગ્રસ્ત હોવાનું જાણવા મળે તો તેમણે એકબીજા સાથે લગ્ન કરવાં ન જોઈએ. લગ્ન પહેલાં કોઈ પણ પ્રકારના ટેસ્ટ માટે બંને પાત્રોની પરવાનગી જરૂરી છે.
કેટલાક ટેસ્ટમાં માત્ર તમારી જ નહીં પણ બાળકો પેદા કરવાની ક્ષમતા વિશેની માહિતી પણ મળી શકે છે. પુરુષોના સીમેન એનાલિસીસ અને મહિલાઓની ઓવરી અને યુટરસની સોનોગ્રાફી કરાવવી જોઈએ. આ સ્ક્રીનિંગ ટેસ્ટ છે. જેમાં બાળકો પેદા કરવા માટેની કોઈ પણ અડચણ હોય તો એ વિશે જાણી શકાય છે. જો શક્ય હોય તો લગ્ન પહેલાં વર અને કન્યાએ પેલ્વિસ અલ્ટ્રાસાઉન્ડનો ટેસ્ટ પણ કરાવી લેવો જોઈએ.
આ ટેસ્ટથી ફાઇબ્રોઇડ્સ, એન્ડોમેટ્રિયોસીસ અને સર્વાઇકલ પોલિપ્સ વિશે જાણી શકાય છે. તેને કારણે ઇન્ટરકોર્સ અને ગર્ભધારણ દરમિયાન સમસ્યા ઊભી થઈ શકે છે. ભાવિ દંપતીએ વીડીઆરએલ (વેનેરિયલ ડિસીઝ) ટેસ્ટ પણ કરાવવો જોઈએ. આ ટેસ્ટથી યૌન રોગ વિશે પણ જાણી શકાય છે. તેનાથી ગ્રસ્ત વ્યક્તિ સાથે યૌન સંબંધ બાંધવાથી આ રોગ ફેલાય છે.
આ રોગથી ગ્રસ્ત મહિલાને જન્મતું બાળક શરૂઆતથી જ સિફિલિસનો શિકાર બની શકે છે.સામાન્ય રીતે લગ્ન વખતે કુંડળી કે જન્માક્ષર મેચ કરવામાં આવે છે. હકીકતમાં લગ્નનો નિર્ણય લેતી વખતે કુંડળી મેળવવાનું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી વર અને વધૂની મેડિલ હિસ્ટ્રી મેચ કરવાનું છે.
સવાલ : હું મારી સેકસ્યુઆલિટી બાબતે ખૂબ જ કન્ફયુઝડ છું. છેક હમણાં સુધી મેં આ બાબત પર ખાસ ધ્યાન જ નહોતું આપ્યું. જોકે, થોડા મહિના પહેલાં હું મારા એક મેલ ફ્રેન્ડ સાથે ઈમોશનલી કનેક્ટ થવા લાગ્યો હતો. મારી ઉંમર ૨૧ વર્ષ છે અને હવે હું કન્ફયુઝડ છું. કેમ કે, મને પુરુષોનું આકર્ષણ થઈ રહ્યું છે, પરંતુ હું માસ્ટરબેટ કરું છું ત્યારે હું મહિલાઓ સાથે સેક્સ કરતો હોવાની કલ્પના કરું છું. સ્વાભાવિક રીતે મને દેખાવે સામાન્ય પુરુષોનું આકર્ષણ થતું નથી. ફક્ત ગુડ લુકિંગ મેનનું જ આકર્ષણ થાય છે. આ સ્થિતિ હું સમજી શક્તો નથી. હું ખૂબ જ ડિપ્રેસ થઈ રહ્યો છું. તમારા ગાઈડન્સની રાહ જોઈ રહ્યો છું.
ઉકેલ : તમે બાયસેકસ્યુઅલ હોઇ શકો છો. તમારે નિર્ણય કરવો પડશે કે, તમારે કયા માર્ગે જવું છું. ક્યારેક પુરુષો વિશે વિચારવામાં કશું ખોટું નથી, પરંતુ હું તમને તમારું સેકસ્યુઅલ એક્સાઈટમેન્ટ મહિલાઓ માટે જ રાખવાની સલાહ આપું છું. તમારા ભવિષ્યનો વિચાર કરો અને કાળજીપૂર્વક નિર્ણય લો.