મુંબઈ: મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા ત્યારના વિપક્ષી નેતા અને અત્યારના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને અને ભાજપના તેમના સાથી ગિરીશ મહાજનની ધરપકડ કરવા માટે જે કાવતરું ઘડવામાં આવ્યું હતું તેનો હું સાક્ષીદાર છું એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રની પૂર્વસંધ્યાએ પત્રકારો સમક્ષ એકનાથ શિંદેએ આ વિસ્ફોટક દાવો કર્યો હતો.
મહાવિકાસ સરકાર દ્વારા વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ અને ગિરીશ મહાજનની ધરપકડ કરવા માટે જે કાવતરું ઘડવામાં આવ્યું હતું તેનો હું પોતે સાક્ષીદાર છું. સરકારે તો ગિરીશ મહાજન સામે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ-૧૯૯૯ (એમસીઓસીએ) પણ લગાવવાની યોજના ઘડવામાં આવી હતી. તે સમયે તેમને રોકવા માટે મેં જે કહ્યું હતું તેનું અહીં પુનરાવર્તન કરવા માગતો નથી, એમ શિંદેએ કહ્યું હતું.
તેમના નિર્ણયને બદલવાને બદલે મેં આખી સરકારને જ ગબડાવી નાખી હતી અને તેમને (મહાવિકાસ આઘાડી)ને ઘરે બેસાડી દીધી હતી. ભારતીય જનતા પાર્ટીને આ ધરપકડો કરીને બેકફૂટ પર નાખી દેવાનો વ્યૂહ ઘડી કાઢવામાં આવ્યો હતો, એવો દાવો શિંદેએ કહ્યું હતું.
આ કાવતરામાં સંડોવાયેલા લોકો સામે કેમ પગલાં લેવામાં આવતા નથી એવા સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે ‘તેમને સત્તાવિહીન કરી નાખવામાં આવ્યા તેટલી સજા તેમને માટે પૂરતી છે. આવી બધી પ્રવૃત્તિઓમાં કોણ સંડોવાયેલું હતું તેની મને પૂરતી જાણકારી છે. જો જરૂર પડશે તો આ પ્રકરણની તપાસ આદરવામાં આવશે.
ફડણવીસે જાન્યુઆરીમાં જ એવો દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેની સરકાર દ્વારા તેમની ધરપકડ કરવાની યોજના ઘડવામાં આવી હતી. જોકે, ત્યારના ગૃહપ્રધાન એનસીપીના દિલીપ વળસે-પાટીલે આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. જોકે હવે ખુદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જ આવી કબૂલાત કરી નાખી હોવાથી બધું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. અહીં ઉલ્લેખનીય છે કે અત્યારે ફડણવીસ જ ગૃહમંત્રાલય સંભાળી રહ્યા છે. જ્યારે ગિરીશ મહાજન રાજ્યના શિક્ષણ ખાતાના પ્રધાન છે.
—————-
રાહુલ ગાંધીએ કરેલા સાવરકરના અપમાન પર ઉદ્ધવ કેમ ચૂપ?: ફડણવીસ
મુંબઈ: રાજ્યનું રાજકારણ વિવિધ મુદ્દા પર ગરમ થયું છે ત્યારે બીજી તરફ રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર સોમવારથી ચાલુ થઈ રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં લેતાં સત્તાધારી અને વિપક્ષ વચ્ચે આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સ્વાતંત્ર્યવીર સાવરકર બાબતે કરેલી ટિપ્પણીનો મુદ્દો બનાવીને ફડણવીસે ઉદ્ધવ ઠાકરેની જોરદાર ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે સાવરકરનું અપમાન કરનારા રાહુલ ગાંધી સામે કેમ ઉદ્ધવ ઠાકરે ચૂપ થઈ ગયા છે? અમને સત્તાનો લોભ છે એવો આક્ષેપ કરનારા તમે પોતે સત્તાની લાલચમાં ત્યારે મૂંગા થઈ ગયા હતા.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેને મારે ફક્ત એક જ સવાલ પૂછવો છે કે સ્વાતંત્ર્યવીર સાવરકરનો સ્મૃતિદિન છે. ફરી એક વખત સાવરકરનું અપમાન કરવાનું કામ રાહુલ ગાંધીએ કર્યું છે. અગાઉના સમયમાં તો ઉદ્ધવ ઠાકરેની મજબૂરી હતી. તેમને સરકાર ચલાવવાની હતી એટલે મોંમાં મગ ભરીને ચૂપ થઈ ગયા હતા. અત્યારે તમારી કઈ મજબૂરી છે? અત્યારે કેમ રાહુલની ટીકા કરી શકતા નથી?
તેમણે કહ્યું હતું કે રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર એક મહિનો ચાલશે. આ અધિવેશનમાં ૮ માર્ચે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે અને ૯ માર્ચે બજેટ રજૂ કરવામાં આવશે. વિપક્ષે લોકાયુક્ત જેવો કાયદો મંજૂર કરવા માટે મદદ કરવી. આ બજેટસત્રમાં આ કાયદો મંજૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે, એમ પણ તેમણે કહ્યું હતું.
—————–

ફડણવીસની ધરપકડ કરવાના કાવતરાંનો હું સાક્ષીદાર: મુખ્ય પ્રધાન
116
previous post