હીરાના એકમોમાં કામકાજ ઓછો થયા પછી કારીગરોના પગારને અસર

by Aadhya
0 comment 2 minutes read

Updated: Oct 14th, 2023

-કામના
કલાકો ઘટતા રત્નકલાકારો પર આર્થિક સંકટ
: બેરોજગાર કારીગરો માટે રત્નદીપ યોજના શરૃ કરવા માંગ

સુરત

હીરા
ઉદ્યોગમાં કામ કરતાં કારીગરોની સમસ્યા દિવસે દિવસે બધું ખરાબ થઈ રહી છે. એક તરફ
મોંઘવારી વધી રહી છે અને બીજી બાજુ કામકાજ ઓછાં થયા પછી
, ખાસ કરીને કામના કલાકો
ઘટયાં પછી પગાર ઓછો થયો છે. રત્ન કલાકારો ભારે આથક સંકટનો સામનો કરી રહ્યાં છે.

હીરા
ઉદ્યોગના રત્ન કલાકારો માટે આથક પેકેજ જાહેર કરવામાં આવે
, મજૂર કાયદાનું
ચુસ્તપણે પાલન થાય
, બેરોજગાર રત્ન કલાકારો માટે રત્નદીપ
યોજના શરૃ કરવામાં આવે
, જીવન ટૂંકાવનાર રત્ન કલાકારોના
પરિવારોને આથક મદદ કરવામાં આવે
, રત્ન કલાકારો પાસેથી
વસૂલવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે તથા રત્નકલાકાર કલ્યાણ બોર્ડની
રચના કરવામાં આવે એવી માંગ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે મૂકી છે.

હીરા
ઉદ્યોગ સાથે અંદાજે
25 લાખથી વધુ કારીગરો સંકળાયેલા છે અને કારીગરોની મહેનતને કારણે સરકારને
કરોડો રૃપિયાનું વિદેશી હૂંડિયામણ મળે છે. હીરા ઉદ્યોગમાં કામ કરતા કારીગરો
માટેનું બરબાદીનું એક મુખ્ય કારણ મજુર કાયદા હેઠળના મળવાપાત્ર લાભોથી વર્ષોથી
વંચિત રખાયા તે છે. હીરા ઉદ્યોગનો એક તરફી વિકાસ થઈ રહ્યો છે. ઉદ્યોગકારો માલામાલ
થઈ રહ્યાં છે અને કારીગરો ઘસાઈ રહ્યાં છે.

Source link

You may also like

Leave a Comment