ડીંડોલીમાં કારે મોપેડસવાર બે ને ઉડાવ્યા, ભાગવા જતા કાર ડિવાઇડરમાં ભટકાઈ

by Aadhya
0 comment 2 minutes read

ઉમિયાનગર પાસે સામેથી આવતી કારના ચાલકે અડફટે લેતા મિત્ર સાથે દવા લેવા જઈ રહેલા રામીપાર્કના 15 વર્ષીય તરુણના પગે ફ્રેક્ચર

ટોળું એકત્ર થતા કારચાલક ભાગવા ગયો તેમાં ફરી અકસ્માત સર્જયો, પોલીસે ધરપકડ કરી : નશામાં હોવાની ફરિયાદ પણ મેડિકલ રિપોર્ટમાં પુષ્ટી નહીં

Updated: Sep 29th, 2023

– ઉમિયાનગર પાસે સામેથી આવતી કારના ચાલકે અડફટે લેતા મિત્ર સાથે દવા લેવા જઈ રહેલા રામીપાર્કના 15 વર્ષીય તરુણના પગે ફ્રેક્ચર

– ટોળું એકત્ર થતા કારચાલક ભાગવા ગયો તેમાં ફરી અકસ્માત સર્જયો, પોલીસે ધરપકડ કરી : નશામાં હોવાની ફરિયાદ પણ મેડિકલ રિપોર્ટમાં પુષ્ટી નહીં

સુરત, : સુરતના ડીંડોલી ઉમિયાનગર પાસે ગતરાત્રે કારચાલકે મોપેડ સવાર બે ને અડફટે લેતા 15 વર્ષના તરુણને પગમાં ફ્રેક્ચર થયું હતું.અકસ્માત બાદ કારચાલકે એકત્ર થયેલા લોકોથી બચવા કાર દોડાવતા કાર ડિવાઈડર સાથે ભટકાઈ હતી.પોલીસે આ બનાવમાં બંને પક્ષ વચ્ચે સમાધાન બાદ થયેલા ઉહાપોહને પગલે ગુનો નોંધી કારચાલકની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના રાયગઢના વતની અને સુરતમાં ડીંડોલી રામીપાર્ક ગલી નં.12 મકાન નં.1008 માં રહેતા 40 વર્ષીય સુનીલ તુકારામ ઉત્તેકર સચીન હોજીવાલા ખાતે દવાની કંપનીમાં નોકરી કરે છે.તેમનો 15 વર્ષનો પુત્ર ધ્રુવ ગતરાત્રે 9.45 કલાકે મિત્ર અમનસિંગના મોપેડ ( નં.જીજે-05-એમઆર-5811 ) પર તેની સાથે દવા લેવો નીકળ્યો હતો.બંને ઉમિયાનગર શ્રી શ્રી મેડીકલ પાસેથી પસાર થતા હતા ત્યારે સામેથી પુરઝડપે આવેલી કાર ( નં.જીજે-05-આરએમ-1157 ) ના ચાલક જયસુખ રાઘવભાઈ હડીયા ( રહે.પ્લોટ નં.22, મુક્તિધામ, વરાછા, સુરત ) એ અકસ્માત સર્જતા ધ્રુવ અને તેનો મિત્ર અમનસિંગ બંને રોડ પર પટકાતા ધ્રુવને પગમાં ફ્રેક્ચર થયું હતું.


અકસ્માત બાદ ત્યાં હાજર લોકોએ કારના દરવાજા ખોલવા પ્રયાસ કરતા જયસુખે લોકોથી બચવા કાર દોડાવતા કાર ડિવાઈડર સાથે ભટકાઈ હતી.ત્યાર બાદ જયસુખ કારમાં સવાર બે વ્યક્તિ અને કારને ત્યાં જ મૂકી ભાગીને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.બનાવની જાણ થતા ધ્રુવના પિતા સ્થળ પર દોડી ગયા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.અકસ્માતમાં કાર અને મોપેડને નુકશાન થયું હતું.પહેલા બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું.પરંતુ બાદમાં કારચાલક નશામાં હોવાના ઉહાપોહને પગલે પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી મેડિકલ કરાવ્યું હતું.પણ તેમાં નશામાં હોવાનું પ્રાથમિક પુષ્ટિ થઈ નહોતી.

Source link

You may also like

Leave a Comment