Updated: Dec 28th, 2023
- મગદલ્લામાં
કપડા ધોતી વખતે 35 વર્ષનો વિકાસ મેથાની
અને ઇચ્છાપોરમાં 48 વર્ષના રાજબુજારત યાદવનું મોત
સુરત,:
સુરતમાં
શહેરમાં અચાનક તબિયગ બગડયા બાદ મોત થવાના કિસ્સા અટકવાનું નામ લેતા નથી. મગદલ્લામાં
કપડા ધોતી વખતે છાતીમાં દુઃખાવો ઉપડયા પછી ૩૫ વર્ષના યુવાન અને ઇચ્છાપોરમાં છાતીમાં
દુઃખાવા બાદ ૪૮ વર્ષના આધેડનું મોત થયું હતુ.
નવી
સિવિલથી પ્રાપ્ત વિગતો અનુસાર મગદલ્લા રોડ
સિટી પ્લસ પાસે રેનમ્બો રિસોર્ટમાં રહેતો અને ત્યાં કામ કરતો ૩૫ વર્ષનો
વિકાશ સતીષ મેથાની આજે ગુરુવારે સવારે કપડા ધોતો હતો. ત્યારે તેને અચાનક છાતીમાં
દુઃખાવો ઉપડયો હતો. બાદમાં તે અચાનક ઢળી પડતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં
ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે કહ્યુ કે, વિકાશ મુળ
મહારાષ્ટ્રનો વતની હતો. તે ૧૦ દિવસ પહેલા સુરતના મગદલ્લા ખાતે રિસોર્ટમાં પ્રસંગ
કે પ્રોગામ હોવાથી મજુરી કામ માટે આવ્યો હતો.
બીજા
બનાવમાં ઇચ્છાપોર જયરાજ સોસાયટીમાં રહેતા ૪૮ વર્ષના રાજબુજારત બુરધર યાદવને ત્રણ
દિવસથી છાતીમાં દુઃખોવો થતો હોવાથી સ્થાનિક દવાખાનામાંથી દવા લાવ્યા હતા. દરમિયાન
આજે ગુરુવારે સવારે તેમને ઘરે છાતીમાં વધારો દુઃખાવો ઉપડતા બાદ બેભાન થઇ ગયા હતા.
જેથી સારવાર માટે નવી સિવિલમાં લઇ ગયા હતા. જયાં ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. તે
મુળ ઉત્તરપ્રદેશના જોનપુરના વતની હતા. તેને ૩ સંતાન છે. તે ડ્રાઇવીંગ કામ કરતા
હતા.