-વેપાર
એકદમ ઘટી ગયોઃ ત્રણ મહિના પહેલા રફ અને પોલીશ્ડ હીરા નેટ ટુ નેટમાં વેચાતા હતા, અત્યારે 4 થી 6 ટકા લેસ
સુરત
હીરા
ઉદ્યોગમાં મંદીને કારણે કામકાજ ઓછાં થયાં છે. હીરા બજારમાં પણ વેપાર ખૂબ ઓછો છે.
મંદીના બહાને વેપારીઓએ વટાવનો ધારો ફરી પાછો લાગુ કરી દીધો છે. અઢી ત્રણ મહિના
પહેલાં રફ અને પોલીશ્ડ નેટ ટુ નેટમાં વેચાતું હતું. અત્યારે અનુક્રમે 4 અને 6 ટકા થઈ ગયું છે.
તૈયાર
માલમાં કામકાજો ખૂબ ઓછાં છે. 8-10 ટકા ઓછાં ભાવે માલ વેચવો હોય તો વેચાઈ જાય છે. કમાતુ કોઈ જ નથી. તૈયાર
માલમાં અત્યારે કોઈ માંગ નથી. હાલમાં વિશ્વના બે છેડે યુદ્ધ ચાલી રહ્યું છે.
વૈશ્વિક લેવલે કામકાજો સ્થગિત થઈ ગયા છે તમામે તમામ સેક્ટર પર આની અસર છે. હીરા
ઉદ્યોગ પણ આમાંથી બાકાત નથી. હીરા બજારમાં વેપારીઓ અને દલાલો સમય કાઢી રહ્યાં છે.
તૈયાર માલમાં કોઈ પૂછપરછ નથી અને ખપપુરતી જરૃરિયાત હોય તો માલ મળી પણ જાય છે.
હાલમાં મંદીને કારણે વેપારીઓ ૬ ટકા લેસમાં માલ માંગે છે. આ ઉપરાંત 7થી 10 ભાવ ઓછાં મળે છે. 40
હજારનો માલ 36 હજારમાં પડે છે. જોકે આ ભાવે પણ ખરીદનાર કશું મળે
છે કે એ બાબતે શંકા છે.
મંદીને
કારણે છેલ્લાં ત્રણ મહિનામાં વટાવનો ધારો ફરી પાછો આવી ગયો છે. તૈયાર માલમાં 6 ટકા લેસ થાય છે અને
રફમાં 4 ટકા લેસ કરવામાં આવે છે. તેજી હતી ત્યારે કશું બાદ
થતું ન હતું અને નેટ ટુ નેટ પેમેન્ટ મળતું હતું. હવે ફરી જુનો ધારો અમલમાં આવી ગયો
છે. ડે ટુ નેટ મળતું હતું ત્યારે બધાં કમાતાં હતાં ત્યારે તો આંગડીયુ પણ કપાતું
નહોતું, એમ વરાછા હીરા બજારના સૂત્રોએ વાતચીતમાં જણાવ્યું
હતું. હીરા ઉદ્યોગ માટે કપરાં દિવસો ચાલી રહ્યા છે એવો સુર સતત વ્યક્ત થઈ રહ્યો
છે. મેન્યુફેક્ચરિંગ એકમોમાં ઉત્પાદનને ધીમું કરવામાં આવ્યું છે. કામકાજના કલાકો ઘટયાં છે. પોલિશ્ડનો જુનો સ્ટોક નિકાલ વગરનો પડયો છે,
અને તેમાં પણ ભાવ ઘટી રહ્યાં હોવાને કારણે સ્ટોકના વેલ્યુએશનમાં
મોટો ફટકો પણ પડયો છે. દિવાળી સુધી એકમો જેમ તેમ ચાલુ રાખવાનો પ્રયત્ન થઈ રહ્યો
છે.