બહારગામ માટેના પાર્સલ ડિસ્પેચીંગમાં વધારો, સાડીનો વેપાર 50 ટકા વધ્યો

by Aadhya
0 comment 3 minutes read

Updated: Oct 23rd, 2023

-રોજ ડિસ્પેચ થતા પાર્સલની સંખ્યા 10 હજારથી વધીને 15 હજારઃ તહેવારોની ખરીદી માટે વેપારીઓએ મોટો સ્ટોક રાખ્યો હતો

                 સુરત

બહારગામના
વેપારીઓએ તહેવારો માટેની ખરીદી શરૃ કરતાં પાર્સલોના ડિસ્પેચિંગમાં
50 ટકાનો વધારો થયો છે. 10-12 દિવસથી વિવિધ માર્કેટમાંથી સાડીના પાર્સલોનું ડિસ્પેચિંગ વધી ગયું છે.
જ્યારે ડ્રેસ મટીરીયલમાં કામકાજ પ્રમાણમાં ધીમાં છે.

નવરાત્રી, દશેરા અને ત્યારબાદના તહેવારને
ધ્યાનમાં રાખીને બહારગામના વેપારીઓએ સારા એવા પ્રમાણમાં ફિનિશ્ડ- તૈયાર માલની
ખરીદી કરવાનું શરૃ કરતાં વેપારીઓ ખૂબ જ વ્યસ્ત બન્યાં છે અને હજુ પણ કામકાજો ખૂબ જ
સારી રીતે આગળ વધી રહ્યાં છે. તહેવારોને કારણે સાડીના વેપારમાં ખૂબ જ સારાં કામકાજ
જળવાઈ રહ્યાં છે.

માર્કેટમાં
અત્યારે કોઈ એવી તેજી નથી. આમછતાં વેપાર જળવાઈ રહ્યો હોવાથી
, વેપારીઓ માટે ફરિયાદની
કોઈ તક નથી. મોટાભાગના વેપારીઓ ઓછાં વત્તા અંશે વેપાર કરી રહ્યાં છે. દશેરા અને
દિવાળીના તહેવારોની ખરીદી નીકળવાની હોવાની અપેક્ષા સાથે વેપારીઓએ મોટાં પ્રમાણમાં
સ્ટોક તૈયાર રાખ્યો હતો.

દસ બાર
દિવસ પહેલાં માર્કેટમાંથી રોજેરોજ
8થી 10 હજાર પાર્સલો રવાનાં થતાં હતાં. અત્યારે આ
સંખ્યા વધીને
15 હજાર આસપાસ પહોંચી ગઈ છે, એમ પાર્સલ પેકિંગ કોન્ટ્રાક્ટર ઉમાશંકર મિશ્રાએ જણાવ્યું હતું. પાર્સલોનું
ડિસ્પેચિંગ વધ્યું હોવાથી
, માર્કેટથી ટ્રાન્સપોર્ટ ગોડાઉન
સુધીના ટેમ્પા ચાલકોના ફેરાઓ પણ વધી ગયાં છે.

 

Source link

You may also like

Leave a Comment