Updated: Oct 22nd, 2023
– સુરતની એક રહેણાંક સોસાયટીમાં ગરબાના બ્રેક વચ્ચે સાયબર અવેરનેસ માટે માહિતી અપાઈ
– શહેરના ખોલવડમાં આવેલી વર્ણી રેસિડન્સીમાં cyber fraud no ભોગ બનતા અટકે તે માટે cyber expert ટીમે લોકોને માર્ગદર્શન આપ્યું
સુરત, તા. 22 ઓક્ટોબર 2023, રવિવાર
સુરત સહિત સમગ્ર ભારત અને વિશ્વમાં હાલ સાયબર ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત અને ભારતમાં અનેક લોકો સાયબર ક્રાઈમનો ભોગ બનીને પૈસા ગુમાવી રહ્યા છે ત્યારે સાયબર ફ્રોડ થી કઈ રીતે બચી શકાય તે માટે સુરતની એક રહેણાંક સોસાયટીમાં એક્સપર્ટ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગરબે ઘુમતા લોકોને સરળ ભાષામાં કઈ રીતે સાયબર ફ્રોડ થી બચી શકાય તેની ટ્રીક સમજાવવામાં આવી હતી.
સુરત શહેરમાં નવરાત્રી જામી છે લોકો ગરબા રમીને માતાજીની આરાધના કરે છે તો કેટલી જગ્યાએ માતાજીના ગરબા સાથે સાથે કેટલાક ગ્રુપ દ્વારા લોક જાગૃતિનું કામ કરવામાં આવે છે. ખેલૈયાઓ વિવિધ સ્ટેપ, ગરબા, દોઢીયા, સનેડો અને દાંડીયા રમી ને ગરબે ઘૂમી રહ્યાં છે તો કેટલાક લોકો ગરબામાં ભેગા થયેલા લોકોને વિવિધ રીતે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાઈને સમાજ સેવા માટે લોકોને અપીલ કરવામાં આવે છે.તો બીજી તરફ કેટલીક જગ્યાએ ગરબાના ગ્રાઉન્ડ ના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે.
સુરત શહેરની નજીક આવેલા ખોલવડમાં વર્ણી રેસીડન્સી આવી છે આ જગ્યાએ પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. રોજ ચાલતી પરંપરાગત ગરબા વચ્ચે ગઈકાલે એક અલગ થીમ પર જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે.લોકો સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે આ સોસાયટીમાં cyber fraud નો ભોગ બનતા અટકાવવા માટે સતર્ક રહેવા માટે વિવિધ બેઝિક ટિપ્સ સ્લોગન સાથે સોસાયટી ના યુવાનો દ્વારા ગરબા કરવામાં આવ્યા હતા, આ થીમ પાછળ મુખ્ય એ હેતુ એ છે કે લોકો આ બાબતે જાગૃત થાય અને cyber fraud no ભોગ બનતા અટકે આ અંતર્ગત cyber expert ટીમ દ્વારા સોસાયટી ની મુલાકાત કરી તે અંગે માર્ગદર્શન આપી સૌ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.