પાંચ વર્ષ પહેલા જાહેર રોડ પર પગપાળા જતાં 20 વર્ષીય યુવાનનું બાઇક અડફટે મોત થતા તેના પિતાએ ક્લેઇમ કર્યો હતો
Updated: Sep 29th, 2023
સુરત
પાંચ વર્ષ પહેલા જાહેર રોડ પર પગપાળા જતાં 20 વર્ષીય યુવાનનું બાઇક
અડફટે મોત થતા તેના પિતાએ ક્લેઇમ કર્યો હતો
પાંચેક
વર્ષ પહેલાં ઓલપાડ પોલીસની હદમાં મોટર સાયકલ હડફેટ ેમૃત્તક 20 વર્ષના યુવાનના
માતાપિતાની 10 લાખના અકસ્માત વળતરની માંગને મોટર એક્સીડેન્ટ
ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજ તથા એડીશ્નલ સેશન્સ કોર્ટે મંજુર કરી વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.11.35 લાખ અકસ્માત વળતર
ચુકવવા વાહન ચાલક,માલિક તથા નેશનલ ઈન્સ્યુરન્સ કંપનીની
સંયુક્ત તેમજ વિભક્ત જવાબદારી હોવાનો નિર્દેશ આપ્યો છે.
મૂળ
છત્તીસગઢના રાજનાથ ગાંવના વતની20 વર્ષીય દેવરાજ મહાર ગઈ તા.21-3-2018ના રોજ ઓલપાડ
પોલીસની હદમાં આવેલા જાહેર રોડ પરથી પગપાળા પસાર થતા હતા.જે દરમિયાન સલાઉદ્દીન
ઈકબાલ શાહ(રે.શાહીન પાર્ક,ભડકોદરા,તા.અંકલેશ્વર
ભરુચ)ની માલિકીના મોટર સાયકલના ચાલક સંજયભાઈ દામજીભાઈ કુંડારીયા (રે.લક્ષ્મેશ્વર
નગર, અમર એપાર્ટમેન્ટ, આંબોલી
તા.કામરેજ)એ બેદરકારીથી મોટર સાયકલ ચલાવીને દેવરાજ ભાઈને હડફેટે લેતા ગંભીર ઈજાથી
મોત નિપજ્યું હતુ.
જેથી
મૃત્તકના માતા પિતા સુમંતરામ પંચારામ મહાર તથા નિર્મલાબાઈ મહારે મોટર સાયકલ ચાલક,માલિક તથા નેશનલ
ઈન્સ્યોરન્સ કંપની પાસેથી રૃ.10 લાખ અકસ્માત વળતર વસુલ
અપાવવા માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન અરજદાર તરફે એવી રજુઆત કરવામાં આવી હતી
કે મૃત્તકની વય માત્ર 20 વર્ષની હતી.મરનાર કડીયાકામ કરીને
રોજના રૃ.500 લેખે માસિક રૃ.15 હજારની
આવક મેળવતા હતા.મૃત્તક યુવાન કુટુંબના એકમાત્ર કમાનાર વ્યક્તિ હોઈ વૃધ્ધ માતા
પિતાએ કાયમી ધોરણે પોતાના પુત્રને
ગુમાવ્યો છે.જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા મરનારની ઉંમર,આવક તથા ભવિષ્યની ખોટને ધ્યાને લઈને મૃત્તકના માતાપિતાને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.11.35 લાખ અકસ્માત વળતર
ચુકવવા હુકમ કર્યો છે.