સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ ઇલેક્ટ્રોનિક કેશ લેજર (ECL) દ્વારા આયાતકારો અને નિકાસકારો દ્વારા ચૂકવવાપાત્ર કસ્ટમ ડ્યુટી પર વ્યાજ સબવેન્શન 13 એપ્રિલ સુધી લંબાવ્યું છે. સીબીઆઈસીએ 1લી એપ્રિલના રોજ અપડેટેડ કસ્ટમ ડ્યુટી પેમેન્ટ સિસ્ટમ શરૂ કરી હતી.
નિકાસ-આયાત વેપારીઓ દ્વારા ECL મારફતે ચૂકવણી કરવામાં મુશ્કેલીઓ અંગેની ફરિયાદો બાદ, CBICએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે 10 એપ્રિલ સુધી ECL દ્વારા ચૂકવવામાં આવેલી કસ્ટમ ડ્યૂટી પર કોઈ વ્યાજ વસૂલવામાં આવશે નહીં. 11 એપ્રિલના રોજ જારી કરાયેલા નોટિફિકેશનમાં CBICએ જણાવ્યું હતું કે 13 એપ્રિલ, 2023 સુધી ચૂકવવાપાત્ર ડ્યુટી પરનું વ્યાજ, જે વસ્તુઓ માટે ECL દ્વારા ચુકવણી કરવાની છે તેના પરનું વ્યાજ માફ કરવામાં આવશે.
સીબીઆઈસીએ 11 એપ્રિલના રોજના કસ્ટમ્સ (વ્યાજ માફી)ના બીજા આદેશ દ્વારા કહ્યું છે કે જો આવા માલની ચુકવણી ઈલેક્ટ્રોનિક કેશ લેજરમાં હાજર રકમ દ્વારા કરવામાં આવે છે, તો 11 થી 13 એપ્રિલ સુધી વ્યાજમાંથી સંપૂર્ણ મુક્તિ મળશે.
AMRG એન્ડ એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને જણાવ્યું હતું કે સરકારે કસ્ટમ ડ્યુટી માટે ECL ચુકવણીમાં ટેકનિકલ ખામીને કારણે વ્યાજ સબવેન્શન 13 એપ્રિલ સુધી લંબાવવું પડ્યું હતું.