વેસુની કાસા બ્લાન્કા હોટેલના સંજય કુંભાણીએ મકાન શિફ્ટ કરવા 15 દિવસના જામીન માંગતા કોર્ટે કહ્યું, આરોપીની પ્રત્યક્ષ હાજરી જરૃરી નથી
Updated: Dec 15th, 2023
સુરત
વેસુની કાસા બ્લાન્કા હોટેલના સંજય કુંભાણીએ મકાન શિફ્ટ
કરવા 15
દિવસના જામીન માંગતા કોર્ટે કહ્યું, આરોપીની પ્રત્યક્ષ હાજરી
જરૃરી નથી
નેપાળી
યુવતિ સાથે સંબંધ રાખીને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના કેસમાં ઉમરા પોલીસે
જેલભેગા કરેલા વેસુની કાસા બ્લાન્કા હોટેલના આરોપી સંચાલક સંજય કુંભાણીની 15 દિવસના વચગાળાના
જામીન માંગતી અરજીને એડીશ્નલ સેશન્સ જજ
કૃત્તિ સંજય ત્રિવેદીએ નકારી કાઢી છે.
વેસુની
હોટેલ કાસા બ્લેન્કા હોટેલમાં કામ કરતી ફરિયાદી રૃબી ગુપ્તાએ મૂળ અમરેલી
સાવરકુંડલાના દોલતી ગામના વતની હોટેલના આરોપી સંચાલક સંજય કરંજી કુંભાણી (રે.હંસ
સોસાયટી,મોટા
વરાછા) વિરુધ્ધ ગઈ તા.22-3-22ના રોજ ઉમરા પોલીસમાં ઈપીકો-306ની ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ ફરિયાદીની સાથે હોટેલમાં રહેતી નેપાળી
યુવતિ સોનુ સાથે આરોપી સંચાલક સંજય કુંભાણીને સારા સંબંધ હોઈ આરોપીએ સંબંધો તોડી
નાખતાં સોનુએ સુસાઈડ નોટ લખીને ગળે ફાંસો ખાઈને જીવતર ટુંકાવ્યું હતુ.જેથી આ
કેસમાં ઉમરા પોલીસે જેલભેગા કરેલા આરોપી સંજય કુંભાણીએ પોતાના પત્ની અને બાળકો
એકલા રહેતા હોઈ રહેણાંક મકાન બદલવાનું હોઈ ફર્નિચર વગેરે શિફ્ટીંગ માટે 15 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા.જેના વિરોધમાં સરકારપક્ષ જણાવ્યું
હતું કે આરોપીના પિતા અન્ય પરિવારના સભ્યો હયાત છે.જેથી માત્ર મકાન બદલવા ફર્નિચર શિફ્ટીંગ કરવાના
કારણોસર આરોપીની હાજરી જરૃરી નથી.આરોપીની ગેરહાજરીમાં તેના નજીકના કૌટુંબિક
સંબંધીઓ પણ આ કામમાં મદદ કરી શકે તેમ છે.આરોપીને વચગાળાના જામીન આપવાથી સાક્ષી
પુરાવા સાથે ચેડા થવાની તથા ટ્રાયલમાં હાજર ન રહી નાસી ભાગી જાય તેવી સંભાવના
છે.જેને કોર્ટે ગંભીર ગુનાના પ્રથમ દર્શનીય કેસમાં આરોપીની વચગાળાના જામીનની
માંગને નકારી કાઢી છે.